ETV Bharat / city

jayeshbhai jordar : રણવીરસિંહ પોતાના અભિનયથી ઉઘાડશે ગુજરાતીઓની આંખ, રમૂજમાં વણાયો છે ગંભીર સંદેશ - જયેશભાઈ જોરદાર ફિલ્મ સ્ટોરી લાઇન

આ અઠવાડિયે જયેશભાઈ જોરદાર ફિલ્મ રિલીઝ થઈ રહી છે. યશરાજ બેનરની (Yashraj Banner films )આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. ત્યારે ફિલ્મ પ્રમોશન (Promotion of upcoming movie jayeshbhai jordar) માટે અમદાવાદ આવેલા રણવીર સિંહે (Film actor Ranveer Sinh visits Ahmedabad) ઘણી બાબતો વિશે વાત કરી હતી.

રણવીરસિંહ પોતાના અભિનયથી ઉઘાડશે ગુજરાતીઓની આંખ, રમૂજમાં વણાયો છે ગંભીર સંદેશ

author img

By

Published : May 11, 2022, 8:39 PM IST

Updated : May 11, 2022, 10:00 PM IST

અમદાવાદ- આગામી 13 મે ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં જયેશભાઈ જોરદાર ફિલ્મ રિલીઝ થઈ રહી છે. યશરાજ બેનરની(Yashraj Banner films ) ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. બોમન ઈરાની રણવીર સિંહના પિતાના રોલમાં છે. આ ફિલ્મ ગુજરાતી પરિસર બેઝડ (Gujarat based Hindi films ) છે. આ ફિલ્મમાં એક મોટી સામાજિક અને ગુન્હાહિત સમસ્યાને રમૂજીરૂપે દર્શાવીને લોકોને ગંભીર મેસેજ આપવાનો પ્રયત્ન કરાયો છે.

ફિલ્મમાં સમસ્યાને રમૂજીરૂપે દર્શાવીને લોકોને ગંભીર મેસેજ આપવાનો પ્રયત્ન કરાયો

ગુજ્જુ બોય જયેશભાઇ જોરદારના અવતારમાં રણવીર સિંહ - જયેશભાઈ જોરદાર પારિવારિક, સામાજિક વ્યંગ સંબંધિત મનોરંજન કરાવનાર ફિલ્મ છે. મનીષ શર્મા દ્વારા નિર્મિત જયેશભાઈ જોરદારમાં અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે પણ છે. જે રણવીરની સામે બોલિવૂડના મોટા પડદા પર ડેબ્યૂ કરે છે. આ ફિલ્મનું દિગ્દર્શન દિવ્યાંગ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રણવીર સિંહ નાના પડદે કરશે ડેબ્યૂ, હોસ્ટ કરશે નવો ગેમ શો

અમદાવાદમાં આવ્યો રણવીર -ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહ અમદાવાદ (Film actor Ranveer Sinh visits Ahmedabad) આવ્યો હતો. ગુજરાતની ભાતીગળ વેશભૂષામાં રંગબેરંગી કેડિયામાં સજ્જ રણવીર સિંહે સૌરાષ્ટ્રની ઓળખ સમાન છકડા ઉપર ફોટોશૂટ કરાવ્યું હતું. રણવીરે ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ તે અમદાવાદની એક ખાનગી યુનિવર્સિટીમાં ફિલ્મના પ્રમોશન (Promotion of upcoming movie jayeshbhai jordar) અર્થે પણ ગયો હતો.

જયેશભાઈ જોરદાર પારિવારિક, સામાજિક વ્યંગ સંબંધિત મનોરંજન કરાવનાર ફિલ્મ

આ પણ વાંચોઃ રણવીર સિંહએ ફિલ્મ રામ-લીલાના શૂટિંગના દિવસોનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો

રામલીલા બાદ આ ફિલ્મ પણ થઈ શકે છે સુપરહિટ - રણવીર સિંહ અને દીપિકા પદુકોણની ફિલ્મ રામલીલા ગુજરાતી પરિસર આધારિત હતી. જે ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ પણ ગુજરાત બેઝડ (Gujarat based Hindi films ) છે. જેમાં (Jayeshbhai Jordar Film Story Line) રણવીર સિંહના પિતા બોમન ઈરાની ગામના સરપંચ છે. દીકરો જ સરપંચ બને તેવી પરંપરા અને નિયમોને જાળવી રાખવા રણવીર સિંહ પર તેના પિતા દ્વારા પુત્ર પેદા કરવા દબાણ કરાય છે. અહીંના લોકોની માનસિકતા પુરુષવાદી છે. આ ફિલ્મમાં બાળકીઓનો ગર્ભમાં જ ભોગ લેવાય છે તે વિષયને રમૂજી રીતે ઉજાગર કરાયો છે. પરંતુ રણવીરસિંહ નાયકની ભૂમિકા ભજવતા પોતાની પત્ની અને દીકરીઓ માટે છેલ્લે સુધી લડાઇ આપતો દેખાડવામાં આવે છે. અંધશ્રદ્ધા માન્યતાઓ અને કાયદાઓના ઉલ્લંધનને રમૂજી રીતે પ્રસ્તુત કરતી આ ફિલ્મ દર્શકોને ચોક્કસ આકર્ષશે તો સમાજ માટે આંખ ઉઘાડનારી બની રહેશે.

Last Updated : May 11, 2022, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.