- ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ
- વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
- 5 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે
અમદાવાદઃ બોર્ડની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા ધોરણ 10ના પરીક્ષા ફોર્મ ભરાવાના શરૂ કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓએ www.gseb.org.પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. બોર્ડ દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તે પણ ઓનલાઈન ભરવાની રહેશે. આગામી 5 માર્ચ સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ત્યારે અંદાજીત 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવું અનુમાન છે.
બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ
કોરોના કાળમાં જે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો, તેનાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી હતી. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ ચિંતિત જોવા મળ્યા હતા. જોકે, હવે બોર્ડ દ્વારા પણ પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.