ETV Bharat / city

ઉત્તર પશ્ચિમમાંથી પવન ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો, માવઠાની શક્યતા - ઠંડીના ચમકારાની શરૂઆત

અમદાવાદમાં રાત્રિના સમયે ઠંડીના ચમકારાની શરૂઆત થઈ ગઈ છે. વર્તમાન સિઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 23 ડિગ્રીથી નીચે નોંધાયું છે. અમદાવાદમાં 22 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે અને ઠંડીમાં આંશિક ચમકારો વધી શકે છે.

રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
author img

By

Published : Oct 25, 2021, 12:50 PM IST

  • રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત
  • ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો અહેસાસ
  • અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને સંઘપ્રદેશમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

અમદાવાદ: ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલ સવાર તથા રાતના સમયે ઠંડીનો અહેસાસ (Feeling of Cold in the state) જોવા મળી રહ્યો છે, અમદાવાદ સહિત રાજ્યનાં શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતા દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં જમ્મૂ કશ્મીર, કર્ણાટક, તમિળનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો: ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો

ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો

મેદાની વિસ્તારમાં ફૂંકાયેલા પવનની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને સંઘપ્રદેશ દીવ તથા દમણમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાવાને લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં વાતાવરણ સૂકું જોવા મળશે જેના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહેશે.

આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસામાં ઠંડી વધતા લોકો આયુર્વેદિક ઉકાળાના સહારે

રાજ્યમાં ગુલાબી ઠંડીની અસર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિવાળી પહેલા ગુજરાતમાં ઠંડીનું જોર અસહ્ય બને તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અમદાવાદમાં મોડી રાત્રે શિયાળાની અસર વર્તાઈ રહી છે તો પરોઢિયે ગુલાબી ઠંડીની અસર જોવા મળી રહી છે. દિવસમાં તાપમાનમાં હજુ જોઇએ તેટલું ઘટાડો નોંધાયો નથી, રાતના તાપમાનમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાન નીચે જઇ રહ્યું છે. લોકો મોર્નિંગ વૉક પર નીકળી રહ્યા છે, તેના કારણે સવારે રોડ પર લોકોની ભારે ચહલપહલ પણ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.