ETV Bharat / city

નકલી ટોસિલિઝુમાબ દવા: કોર્ટે 2 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - અમદાવાદ

કોરોના મહામારી દરમિયાન બનાવટી દવાને કોરોનાની સારવારમાં ઉપયોગી ટોસિલિઝૂમાબ બતાવીને દર્દીઓના જીવ સાથે રમનારા ધરપકડ કરાયેલા 2 આરોપીઓને રજૂ કરતાં અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નકલી ટોસિલિઝુમાબ દવા : કોર્ટે તમામ આરોપીઓના 5 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

author img

By

Published : Jul 23, 2020, 6:22 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓના રિમાન્ડ માટે રજૂ કરેલા કારણોમાં જણાવ્યું હતું કે કયો આરોપી શું કરતો હતો, તેની ભૂમિકા શું હતી, આ ડ્રગ્સ ક્યાંથી લાવતાં અને ક્યાં બનાવી કોને કોને વેચાવામાં આવ્યાં. આ સમગ્ર પ્રકરણ પાછળ કોણ છે તેની હાલ તપાસ બાકી હોવાથી સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે.

પકડાયેલા આરોપીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એવી ફરિયાદ દાખલ કરી છે કે, તેમણે કોરોના મહામારીને ડામવા માટે જે દવાઓનો હાલ કાયદેસરનો ઉપયોગ સરકારી અને બિન સરકારી દવાખાનામાં કરાઈ રહ્યો છે. તે દવાનો આરોપીઓએ ખોટી અને તદન બનાવટી દવા બનાવીને તેને 1.35 હજારમાં બિન્દાસ્તપણે તેનું વેચાણ કરીને પોતાની આવક ઊભી કરી રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.