અમદાવાદ: શહેરમાં પાનકોર નાકા પાસે ચશ્માનો પથારો લગાવીને ગુજરાન ચલાવતા રિઝવાન નામનો યુવક ગઈકાલે રાત્રે તેના મિત્રના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ઢાલગરવાડ પહોંચતા 2 અજાણ્યા ઈસમો બાઈક લઈને તેની પાસે આવીને ઊભા રહી ગયા હતા અને કહ્યું કે, અમે પોલીસ વાળા (Ahmedabad Fake police) છીએ ચાલ અમારા બાઈક પર બેસીજા કહીને યુવકને પકડીને પોલીસ સ્ટેશન લઇ જવાનું કહ્યું હતુ.જે બાદ બાઇક જમાલપુર તરફ સુમસામ જગ્યા પર લઇ ગયા હતા અને યુવકને બાઈક પરથી ઉતારીને લાફા મારીને તેનો મોબાઈલ ફોન લઈ લીધો (Ahmedabad robbery case) જે બાદ મોબાઈલનું લોક ખોલાવી ફોન પે એપ્લિકેશન દ્વારા બેંક બેલેન્સ ચેક કર્યું હતુ ત્યારે બેંકમાં 11000 રૂપિયા હતા.
બાદ નજીકમાં એક મોબાઈલ રિચાર્જની દુકાન હતી ત્યાં જઈને ત્યાંથી 5000 ફોન પે કરીને પાંચ હજાર રોકડા લઈ લીધા હતા. યુવક પાસેથી અન્ય કંઈ ન મળતાં યુવકને કહ્યું કે તું અમને બીજા દસ હજાર રૂપિયા આપી દે તો અમે તારો મોબાઈલ પાછો આપી દઇશું. જેથી યુવક કહ્યું કે મારા ઘરે 10000 રૂપિયા પડ્યા છે એ હું તમને આપી દઈશ. જે બાદ યુવકને તેના ઘર તરફ લઈને આવ્યા ત્યારે યુવકે આ અંગે નજીકના દુકાનદારને જણાવ્યું જેથી દુકાનદાર યુવકને લઈને કારંજ પોલીસ સ્ટેશન ગયો અને તેની સાથે બે પોલીસકર્મીઓ પણ આવ્યા હતા.
આ પણ વાચો: જામનગરમાં પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા પર નરાધમે આચર્યું દુષ્કર્મ
યુવકની સાથે અન્ય લોકોને જોઈને બાઈક પર આવેલા બે ઈસમો માંથી એક ઈસમ નાસી ગયો જ્યારે અન્ય બાઇક ચલાવનાર ઈસમ ભાગી રહ્યો હતો તેને પોલીસે પકડી પાડયો હતો. રિજવાને બંને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધાવ્યો હતો.પોલીસે બાઇક ચાલકની ધરપકડ કરી હતી જેનું નામ શાહરુખ શેખ હતું જ્યારે અન્ય ફરાર થઈ ગયેલ આરોપીનું નામ અનિશ ટાંકી હતુ.પકડાયેલ આરોપી પાસેથી 2500 રોકડ તથા મોબાઈલ ફોન મળી આવ્યો હતો જ્યારે અન્ય આરોપી 2500 લઈને નાસી ગયો હતો.