ETV Bharat / city

Fake charter of lawyer : યુકે વિઝા માટે નકલી વકીલ બનવું અમદાવાદના યુવકને ભારે પડ્યું, જાણો કઇ રીતે કર્યું કારસ્તાન - Visa to go to England

UK જવા માટે અમદાવાદના યુવક દ્વારા વકીલાતની પ્રેક્ટિસ માટે મહત્વની ગણાતી એવી સનદ ખોટી રીતે ઊભી કરી (Fake charter of lawyer )દેવાનો મામલો સામે આવ્યો છે. નકલી વકીલ બની જનાર શખ્સ કાયદાના કઠેડામાં ઊભાં થઇ ગયો છે.જાણો વિગતો એક ક્લિકમાં.

Fake charter of lawyer : યુકે વિઝા માટે નકલી વકીલ બનવું અમદાવાદના યુવકને ભારે પડ્યું, જાણો કઇ રીતે કર્યું કારસ્તાન

author img

By

Published : Mar 22, 2022, 9:04 PM IST

અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આવેલા એક કિસ્સામાં UK જવા માટે, વકીલાતની પ્રેક્ટિસ માટે મહત્વની ગણાતી એવી સનદ(Fake charter of lawyer ) ખોટી રીતે ઊભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં બાર કાઉન્સિલ પણ મૂંઝાઈ ગઇ હતી..

ઓળખપત્રમાં પણ QR કોડ મુકવાનો નિર્ણય યોગ્ય સાબિત થઈ રહ્યો છે

બાર કાઉન્સિલ પણ મૂંઝવણમાં - હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સનદની સાથે સાથે વકીલોને આપવામાં આવતા ઓળખપત્રમાં પણ QR કોડ મુકવાનો નિર્ણય લીધો છે. UKના વિઝા મેળવવાની પ્રોસેસ માટે એક વ્યક્તિએ ગુજરાત બાર કાઉન્સિલની સનદ (Charter of the Bar Council of Gujarat)રજૂ કરી હતી, જેની ખરાઇ કરવાની વાત આવી ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ધ્યાને આવ્યું કે ખોટી સનદ (Fake charter of lawyer )રજૂ કરનાર નામની વ્યક્તિ કાઉન્સિલના રેકોર્ડ પર જ નથી.

વિઝા એપ્લિકેશનથી મામલો સામે આવ્યો -આ સંદર્ભે વકીલ અનિલ કેલાએ જણાવ્યું કે, વિઝા પ્રોસેસ માટે અમદાવાદના એક શખ્સે ઇંગ્લેન્ડની એમ્બેસીમાં વિઝા મેળવવા માટે (Visa to go to England )એપ્લિકેશન કરી હતી.એમને એમના અભ્યાસની સાથે બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતની જે સનદ એટલે કે લાઇસન્સની કોપી હોય તે પણ રજૂ કરી હતી. તે સનદના આધારે યુકેમાં વધુ અભ્યાસ અર્થે રજૂ કરી વિઝા માંગ્યા હતાં. યુકે એમ્બેસીમાંથી આ અને તેની ઝેરોક્ષ મોકલવામાં આવી હતી

આ પણ વાંચોઃ BCGની હંગામી છૂટને લીધે વકીલોને અન્ય નોકરી મેળવવા કરવો પડે છે તકલીફનો સામનો

સનદની તપાસ થઇ- તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ નામની વ્યક્તિએ ગુજરાત બાર કાઉન્સિલમાં સનદનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે તે ખોટું રજૂ કર્યું છે અને ખોટું લાઇસન્સ બનાવેલ છે અને આખી લાઇસન્સ વગરની ડીગ્રી (Fake charter of lawyer )બનાવેલ છે. જેની જાણ તરત કરવામાં આવી હતી.આ સનદ કોઈ રાજકોટના મિત્રની હતી. આની સામે બાર કાઉન્સિલ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દાવા પ્રમાણે પહેલીવાર આ પ્રકારે વિદેશ જવા માટે ખોટી સનદ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સામે વિરોધ વ્યક્ત કર્યો

બ્રિટિશ કાઉન્સિલને શંકા થઈ- અરજદારે રજૂ કરેલી સનદ અંગે બ્રિટિશ કાઉન્સિલને (British Bar Council )શંકા જતાં તેમણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સંપર્ક કરીને આ સનદની ખરાઇ કરવા માટે રજૂઆત કરી હતી. જેને પગલે બાર કાઉન્સિલ દ્વારા સનદ નંબર અને નામ અંગે તપાસ કરવામાં આવતાં આ સનદ ફેક હોવાનું સામે આવ્યું હતું. આ સનદ વર્ષ 2002માં ઈસ્યૂ થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાર કાઉન્સિલે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ નંબરની સનદ હકીકતે રાજકોટના એક વ્યક્તિની છે, જેના નંબર પર આ અરજદારે ખોટી સનદ (Fake charter of lawyer ) તૈયાર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.