અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર ચાલી રહી છે, ઉપરાંત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા વોર્ડ પણ કોરોનાનેે ફાળવવામાં આવ્યા છે. જેમાંથી કેન્સર હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલા કોરોનાના દર્દીઓ પર મ્યૂઝિક થેરાપીનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
કોરોનાગ્રસ્તની સારવારની સાથે સાથે મનોસ્થિતિ પણ સ્વસ્થ રહે તે માટે હોસ્પિટલના રેસિડેન્ટટ ડૉક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને મ્યૂઝિક થેરાપી અપાઈ રહી છે.
આ મ્યૂઝિકલ થેરાપીમાં તેઓ દર્દીઓને અંતાક્ષરી રમાડે છે, ગીત ગવડાવે છે, વોર્ડમાં લાગેલા ટીવી ઉપર વિવિધ સંગીતના ભજનના વીડિયો બતાવવામાં આવે છે. દિવસ દરમિયાન સવારે 4 કલાક અને સાંજે 2 કલાક મળીને કુલ 6 કલાક તબક્કાવાર વિવિધતા ધરાવતા સંગીતની થેરાપી આપવામાં આવે છે.
સંગીત સાંભળવાથી મનમાંથી ભયજનક વિચારો દૂર કરે છે અને સકારાત્મક વિચારો આવે છે. મ્યૂઝિક થેરાપીથી ડોક્ટરો દ્વારા નવું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. મ્યૂઝિક થેરાપી નાના પ્રયોગથી દર્દીઓને ઝડપથી સાજા થવામાં આ થેરાપી આગવી પુરવાર થશે તેવું લાગી રહ્યું છે. ડૉક્ટર દ્વારા દર્દીઓ માટે સતત નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.