ETV Bharat / city

પેટ્રોલિયમ પ્રોડક્ટ પર ભાવ વધારો આંતરરાષ્ટ્રીય કારણોસર: આઈ.કે.જાડેજા - પેટ્રોલિયમ પ્રોડક્ટ

ચૂંટણીની મોસમ ચાલુ થતાં જ રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરાના નામે વાયદાનો વેપાર શરૂ કરે છે, ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉપરાંત રાજ્યસભાની બેઠકો પર પણ ચૂંટણી થવાની છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 2 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. એક છે દિનેશ પ્રજાપતિ છે અને બીજા છે રામ મોકરિયા. આ અંગે ETV BHARAT દ્વારા અમદાવાદ શહેર ભાજપ પ્રભારી આઇ.કે.જાડેજા સાથે ખાસ વાત કરવામાં આવી હતી.

ETV BHARAT
શહેર ભાજપ પ્રભારી સાથે ખાસ વાતચીત
author img

By

Published : Feb 17, 2021, 9:11 PM IST

  • શહેર ભાજપ પ્રભારી આઈ.કે.જાડેજા સાથે ETV BHARATએ કરી વાતચીત
  • રાજ્યસભાના ભાજપના 2 ઉમેદવાર જુના કાર્યકર
  • પાંચ વર્ષમાં અમદાવાદને દેશમાં પ્રથમ નંબરનું વિકસિત શહેર બનવવાનો પ્લાન

અમદાવાદઃ ચૂંટણીની મોસમ ચાલુ થતાં જ રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરાના નામે વાયદાનો વેપાર શરૂ કરે છે, ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉપરાંત રાજ્યસભાની બેઠકો પર પણ ચૂંટણી થવાની છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 2 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. એક છે દિનેશ પ્રજાપતિ છે અને બીજા છે રામ મોકરિયા. આ અંગે ETV BHARAT દ્વારા અમદાવાદ શહેર ભાજપ પ્રભારી આઇ.કે.જાડેજા સાથે ખાસ વાત કરવામાં આવી હતી.

શહેર ભાજપ પ્રભારી સાથે ખાસ વાતચીત

સંકલ્પ પત્રમાં કયા મહત્વના મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું છે ?

આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, 5 વર્ષમાં અનેક લાભો અમદાવાદના લોકોને મળ્યા છે. હવે મેટ્રોના કામને પૂર્ણ કરવું, બીઆરટીએસને વિસ્તૃત કરવાનો પ્લાન છે. ગ્રીનકવરને વધારવામાં આવશે. અમદાવાદમા આગામી વર્ષોમાં દેશનું સૌથી વિકસિત અને ચઢિયાતું શહેર બને તેવા પ્રયત્નો કરાશે. માળખાકીય વિકાસની સાથે પર્યાવરણની સમસ્યાઓથી છુટકારો મેળવવા, ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા અને રોજગારી વધારવાના મુદ્દાઓની છણાવટ કરાઈ છે. આ ઉપરાંત 'ફિટ અમદાવાદ' અંતર્ગત જિનમેશિયમ અને યોગા સેન્ટરો શરૂ કરવાની પણ વાત કરાઈ છે.

દેશમાં કૂદકેને ભૂસકે વધી રહેલા પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ અને મોંઘવારીની અસર ચૂંટણીઓ પર પડશે?

ETV BHARAT દ્વારા પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધારાની ચૂંટણી પર અસર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં આઈ.કે. કે જાડેજા થોડા નારાજ થયા હોય તેમ જણાયું હતું. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધતાં રાષ્ટ્રીય સ્તરે પણ ભાવ વધ્યા છે. પાછળના વર્ષોમાં પણ આવું થતું હતું. તો હવે ભાજપ શા માટે ભૂતકાળને વાગોળી રહી છે, પરંતુ ભાજપે અહીં યાદ રાખવું જોઈએ કે, જ્યારે યુપીએ સરકારમાં મોંઘવારી અને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધતા હતા, ત્યારે ભાજપ સમગ્ર દેશમાં દેખાવો યોજતું હતું. હવે પોતાની પાર્ટીની સરકાર સત્તામા હોવાથી તેમને આ અંગે કશું ખોટુ લાગતું નથી.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

આ અંગે આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપે જાહેર કરેલા બન્ને ઉમેદવારો ભાજપના જૂના કાર્યકરો છે. ઘણા વર્ષોથી ભાજપનું કાર્ય કરે છે, તેમને પસંદગી કરાઈ છે. તેમને અભિનંદન આપું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.