ETV Bharat / city

તપન મિશ્રા : હું હજુ પણ નથી જાણતો કે મને કોણે ઝેર આપ્યુ અને કેમ આપ્યું?

ISROના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ આ વાત પોતાની ફેસબુક પોસ્ટમાં કરી છે. જે બાદ ETV Bharat સાથે તપન મિશ્રાએ મુક્ત મને વાતચીત કરતા જણાવ્યું કે, તેમને ખુદ નથી જાણતા કે તેમને કોણે અને કેમ ઝેર આપ્યું હતું?

author img

By

Published : Jan 6, 2021, 9:56 PM IST

Updated : Jan 7, 2021, 7:32 AM IST

exclusive interview of Tapan Mishra
exclusive interview of Tapan Mishra
  • ISROના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ કર્યો ઘટસ્ફોટ
  • મને ઝેર આપી મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે : તપન મિશ્રા
  • મને નહોતી ખબર કે, હું પણ એક દિવસ આવા જ રહસ્યનો ભાગ બનીશ : તપન મિશ્રા
    તપન મિશ્રા : હું હજૂ પણ નથી જાણતો કે મને કોણે ઝેર આપ્યુ અને કેમ આપ્યું?

અમદાવાદ : ISROના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર બુધવારે મોટો ઘટસ્ફોટ કરીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. તેમને મારવા માટે એક બે વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ વાર ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને એક પ્રમોશન ઈન્ટરવ્યુ દરમિયાન ઢોંસાની ચટણીની સાથે આપવામાં આવ્યું હતું. જેને કારણે તેમનું 30થી 40 ટકા જેટલું બ્લડ લોસ થયું હતું. અને બ્લિડિંગ થતું હતું. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તપન મિશ્રાએ લાગાવ્યા આરોપ

તપન મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે, 23 મે, 2017ના રોજ બેંગલુરૂમાં પ્રમોશનના ઈન્ટર્વ્યૂ દરમિયાન જીવલેણ આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ ઝેર આપવામાં આવ્યું હતું. બપોરના ભોજન બાદ નાસ્તામાં ઢોંસાની ચટણી સાથે ભેળવીને ઝેર આપવામાં આવ્યું હતું. જે બાદ ગત 2 વર્ષથી તેમની તબીયત સતત નાદુરસ્ત રહે છે. ઈન્ટર્વ્યૂ બાદ તેમને મહામુસીબતે બેંગલુરૂથી અમદાવાદ પરત આવ્યા હતા. તપન મિશ્રાએ AIIMSના મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો છે. અમદાવાદ પરત ફર્યા બાદ પણ બ્લિડિંગ થઈ રહ્યું હતું. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હાથ-પગની આંગળીઓના નખ ઉખડવા લાગ્યા હતા. ન્યૂરોલોજિકલ સમસ્યા સર્જાઇ હતી અને શરીરના અંદર અને બહારના અંગો પર ફંગલ ઈન્ફેક્શન થઈ રહ્યું હતું.

ક્યાં અને કેવા પ્રકારની થઇ હતી સારવાર?

તપન મિશ્રાએ પોતાની સારવાર ઝાયડસ કેડિલા-અમદાવાદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ-મુંબઈ અને AIIMS-દિલ્હીમાં કરાવી છે. આ સારવારમાં તેમને લગભગ બે વર્ષનો સમય થઈ ગયો. તપન મિશ્રાએ પોતાના દાવાના પૂરાવા તરીકે મેડિકલ રિપોર્ટ, AIIMSની રિસિપ્ટ અને પોતાના હાથ-પગના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યાં છે.

તપન મિશ્રાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં શું લખ્યું?

તપન મિશ્રાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે, “ISROમાં અમને અનેક વખત મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોતના સમાચાર મળતા રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું મોત પણ શંકાસ્પદ સ્થિતિમાં થયું હતું. જે બાદ 199માં VSSCના ડિરેક્ટર ડૉ. એસ શ્રીનિવાસનના મોત પર પણ સવાલ ઉઠ્યા હતા. આટલું જ નહીં, 1994માં શ્રી નાંબીનારાયણનો કેસ પણ સામે આવ્યો હતો. જોકે, મને નહોતી ખબર કે, હું પણ એક દિવસ આવા જ રહસ્યનો ભાગ બનીશ.”

તપન મિશ્રા
તપન મિશ્રાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું

બુધવારે તપન મિશ્રાએ ફેસબુક પર લોન્ગ કેપ્ટ સિક્રેટ નામથી એક પોસ્ટ કરીને આ ઘટસ્ફોટ કર્યો છે. જેમાં તેમને જણાવ્યું કે, જુલાઈ 2017માં ગૃહ મામલાના સુરક્ષાકર્મીઓએ તેમની સાથે મુલાકાત દરમિયાન આર્સેનિક ઝેરથી તેમને મારવામાં આવી શકે છે, તેવી સંભાવના વ્યક્ત કરી હતી.

મેડિકલ રિપોર્ટ પણ કર્યો સોશિયલ મીડિયામાં શેર

મિશ્રાએ જણાવ્યું કે, મને મારવા માટે મારા ક્વાર્ટરમાં ઝેરીલા સાંપ છોડવામાં આવ્યા હતા. તેમને AIIMSના ડૉક્ટર પાસેથી મળેલા મેડિકલ રિપોર્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ગત બે વર્ષોથી મારા ક્વાર્ટરમાં નિયમિત રીતે કોબરા, ક્રેટ જેવા ઝેરીલા સાંપો રહસ્યમય રીતે મળતા હતા, પરંતુ સૌભાગ્યથી મારી પાસે રહેલી ચાર બિલાડીઓ અને મારા સુરક્ષા કર્મચારીઓના કારણે તે તમામ સાંપો માર્યા ગયા અથવા તો જીવતા પકડાઈ ગયા હતા. 3 મહિના પહેલા મારા ઘરમાં એક ગુપ્ત સુરંગ મળી આવી હતી. જ્યારે એ સુરંગ બંધ કરી દેવામાં આવી તો સાંપ પણ આવવાના બંધ થઈ ગયા.

સરકાર પાસે તપાસની અપીલ

તપન મિશ્રાએ સરકાર પાસે આ મામલે તપાસની માંગણી કરી છે. તપન મિશ્રા ISROના અમદાવાદ સ્થિત અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્રના નિદેશકના રૂપમાં સેવા આપી ચૂક્યા છે. અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે 3 મે, 2018નાં રોજ સેક-ઇસરો ખાતે મોટો ધડાકો થયો હતો, તેમાં સદ્દનસીબે હું બચી ગયો હતો. આ ધડાકામાં 100 કરોડની લેબ નાશ પામી હતી.

મારા મિત્રએ પણ મને ચેતવણી આપી હતી - તપન મિશ્રા

5 જૂનના રોજ હું ISROના કેમ્પઇનમાં ગયો હતો, જે દરમિયાન મારી કમિટીના મારા મિત્રએ મને જણાવ્યું કે, તમને ઝેર આપવાની કોશિશ કરવામાં આવી છે, તો તેનાથી આપ સાવધાની રાખો ત્યારે મને ખબર નથી તેમને કેવી રીતે ખબર પડી કે, મને ઝેર આપવામાં આવ્યું છે. કદાચ તેમને જોયું પણ હોઈ શકે છે.

ઇન્ડો અમેરિકાથી આવેલા પ્રોફેસર ગયા બાદ પણ મને થોડું અજીબ લાગ્યું હતું - તપન મિશ્રા

તપન મિશ્રાએ અન્ય એક ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, જુલાઇ 2019માં એક ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર મારી ઓફિસમાં પ્રગટ થયા અને મોં ન ખોલવા માટે મારા દિકરાને યુએસની ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન ઓફર કરી હતી. મેં ના પાડતાં મારે સેકનું ડાયરેક્ટર પદ ગુમાવવું પડ્યું હતું. 12 જુલાઇ, 2019નાં રોજ પણ મને હાઇડ્રોજન સાયનાઇડથી મારી નાંખવા પ્રયત્ન થયો હતો. NSG ટ્રેઇન્ડ મારા સિક્યુરિટી ઓફિસરને લીધે હું બચી ગયો. ચંદ્રયાન-2નાં લોન્ચ ઇવેન્ટમાં હાજર ન રહું તે માટે લોન્ચના બે દિવસ પહેલા જ આ હુમલો થયો હતો.

મેઈલ અને ટેલિફોનિક પણ ધમકી મળતી રહી છે - તપન મિશ્રા

વધારે પડતું આગળ ન વધો ચૂપચાપ રહી જાઓ જે થયું છે, તે હવે ભૂલી જાવ જે રીતે ઝેરની વાત છે, તે હવે ભૂલી જાવ તે પ્રકારે મને ધમકીઓ મળી રહી છે. તો બીજી તરફ સંસ્થામાં કોઈ પણ એક લીડર રહેલો હોય છે. ઇફેક્ટ લીડરને હટાવવાથી તે સંસ્થાની ગતિ થોડી ધીમી થઈ જતી હોય છે, એટલે કદાચ આ સંસ્થામાં ઇફેક્ટ લીડર હું હોઈશ એટલે આ પ્રકારે થયું હોય શકે છે. કારણ કે, હું જે રડાર પર કામ કરી રહ્યો છું, તે ખુબ જ મહત્વની હોય છે, પરંતુ મારી એક જ ઈચ્છા છે કે, ન્યાય જલ્દી મળવો જોઈએ અને સજા થાય તે વધારે સારું કહી શકાય. આ પ્રકારના કૃત્યના વધારે વેગ ન મળે તેવા હેતુસર હું ખુલ્લીને બહાર આવ્યો છું. જેનાથી અનેક વૈજ્ઞાનિકોની જિંદગી બચી શકે છે.

તપન મિશ્રાને મારવા પાછળનું પ્રાથમિક કારણ શું?

મને મારવાની કોશિશમાં દેશ બહારથી જ કોઇનો હાથ હોઈ શકે છે. પરંતું મને મારવા માટે દેશ બહારના વ્યક્તિને દેશના કોઈપણ વ્યક્તિની પણ જરૂર પડી શકે છે. જેનો અર્થ એ થઈ રહ્યો છે કે, અંદરના લોકો પણ મળેલા છે. આ સાથે તપનને મારવાનો આશય નથી, પરંતુ તપનને મારી દેશના સ્પેસ સેન્ટરને નુકસાન કરવાનું લાગી રહ્યું છે. જોકે, સરકાર મને સતત મદદ કરી છે. હાલ પણ હું એક જ અપેક્ષા કરી રાખું છું કે, સરકાર વહેલામાં વહેલી તકે આ બાબતે તપાસ કરે અને ન્યાય મળે તે દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ.

Last Updated : Jan 7, 2021, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.