ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ(Corona cases in Gujarat)માં સતત ઘટાડો થઇ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આજે મહત્વના નિર્ણય કર્યા હતા. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ અને વડોદરા સિવાય તમામ મહાનગરોમાં અને જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યૂ (Gujarat night curfew) હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ-વડોદરામાં 25 ફેબ્રુઆરી સુધી રાત્રીના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે.
લગ્ન પ્રસંગની ઓનલાઇન નોંધણીમાંથી મુક્તિ
રાજ્યમાં યોજાતા સામાજિક રાજકીય અને ધાર્મિક મેળા તથા લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં જો આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય તો જગ્યાની કુલ ક્ષમતાના 50% વ્યક્તિઓની મર્યાદામાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન સમારોહ માટે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની મુક્તિ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad Blast 2008: 49 આરોપીઓને કાલે સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા
28 ફેબ્રુઆરી સુધી ગાઈડલાઇન્સ લાગુ
સમગ્ર રાજ્યમાં નવી ગાઇડલાઇન્સ (New corona guideline) 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી લાગુ પડશે. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરી નવી ગાઇડલાઇન્સ 25 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. જ્યારે રાજ્ય સરકારે તમામ જગ્યાએ છૂટછાટ આપી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 870 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in gujarat) નોંધાયા છે અને 2221 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 13 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : Surat Robotics Surgery: વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક સર્જરી સુરતની હોસ્પિટલમાં
રાજ્યમાં એક્ટિવ કેસ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 8014 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 53 વેન્ટિલેટર પર અને 7961 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,864 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12,00,204 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.45 ટકા સુધી પહોંચ્યો છે.