ETV Bharat / city

દાંડીકૂચ કરી આત્મનિર્ભરતાનું ઉદાહરણઃ પદયાત્રી

વડાપ્રધાન મોદીએ લીલીઝંડી બતાવીને દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો છે, ત્યારે ETV Bharatના સંવાદદાતાએ પદયાત્રી સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ દાંડી યાત્રામાં 17 રાજ્યોના 81 પદયાત્રી આ યાત્રામાં સામેલ થયા છે.

dandi yatra liveva
PM મોદીએ લીલીઝંડી બતાવીને દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો
author img

By

Published : Mar 12, 2021, 2:34 PM IST

Updated : Mar 12, 2021, 4:27 PM IST

  • વડાપ્રધાન મોદીએ દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
  • 17 રાજ્યોના 81 પદયાત્રી થયા સામેલ
  • કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પણ યાત્રામાં જોડાયા

અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ લીલીઝંડી બતાવીને દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો છે, ત્યારે ETV Bharatના સંવાદદાતાએ પદયાત્રી સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ દાંડી યાત્રામાં 17 રાજ્યોના 81 પદયાત્રી આ યાત્રામાં સામેલ થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે,1930માં મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી હતી, તે આત્મનિર્ભરનું ઉદાહરણ છે. બીજા યાત્રીએ જણાવ્યું કે, આપણા દેશને સોના કી ચીડીયા તરીકે ઓળખવામાં આવતો હતો. કારણ કે, મહાત્મા ગાંધીએ સ્વદેશી કપડા ધારણ કરવા માટે વિદેશી કપડાની હોળી કરી હતી. જેનું કારણ આપડા દેશમાં ઉત્પન થતા રો-મટીરીયલનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવે.

દાંડી કૂચનો ઈતિહાસ

ભારતવર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથામાં 12મી માર્ચ 1930નો દિવસ એક ઐતિહાસિક ઘટના બની રહી છે. આ દિવસે મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં દાંડીકૂચનું આગવું સ્થાન છે. હાદેવભાઈ દેસાઈ દાંડીકૂચને 'મહાભિનિષ્ક્રમણ' તરીકે ઓળખાવી છે, તો મહાત્મા ગાંધીજીએ તેને 'પવિત્ર યાત્રા' તરીકે ઓળખાવી હતી. વિશ્વભરમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામો ખેલાયા હતા તે મોટે ભાગે હિંસક હતા, પરંતુ સ્વાતંત્ર્ય સેનાની જાતે દુઃખ ભોગવે, લાઠી ખાય, જેલ ભોગવે, ગોળી ખાય, પોતાની મિલકતો ફના કરે એ રીતનો મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ થયેલ મુક્તિસંગ્રામ આખી દુનિયા વિસ્મયતા અને કુતુહલતાથી નિહાળી રહી. સત્ય અને અહિંસાનાં માર્ગે દેશના વધુને વધુ લોકો જોડાઈ શકે તે માટે ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ પસંદ કર્યો હતો. બ્રિટીશ સરકાર દ્વારા મીઠા પર લગાવવામાં આવેલ કરને નાબુદ કરવા માટે ગાંધીજીએ અહિંસક રીતે દાંડીકૂચ 12 માર્ચ, 1930ના રોજ કરી હતી.

PM મોદીએ લીલીઝંડી બતાવીને દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો

1929મા્ં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો

ઇ.સ. 1929માં લાહોર મુકામે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તે માટેની લડતની જવાબદારી ગાંધીજીને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત સત્ય અને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા ગાંધીજીના સાથીદારોને સરકાર સામે સવિનય કાનૂનભંગ આંદોલન શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીએ સત્યાગ્રહના સાધન તરીકે મીઠાંની પસંદગી કરી હતી અને 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી કૂચ કરી દાંડી ખાતે પહોંચીને મીઠાના કાયદાનો ભંગ કરવાનું જાહેર કર્યું હતું. મહાત્મા ગાંધીએ સત્યાગ્રહના સાધન તરીકે નમક એટલા માટે પંસદ કર્યું કે, મીઠુંએ દરેક માણસની રોજીંદા વપરાશની આવશ્યક વસ્તુ હતી. બ્રિટિશ સરકારની નીતિને કારણે મીઠું મોંઘુ બન્યું હતું. એ સમયે કાયદેસર રીતે ભારતમાં મીઠું પકવવાનો કોઈને અધિકાર નહોતો. ગરીબમાં ગરીબ હિંદીના જીવનને આ પ્રશ્ન સ્પર્શતો હતો. જેથી હિન્દુસ્તાનની આમજનતાએ લડતનું સંપૂર્ણ હૃદયથી સ્વાગત કર્યું અને એમાં ઝંપલાવ્યું હતું. દાંડીયાત્રા દ્વારા ગાંધીજીને લોકશક્તિ જાગૃત કરવી હતી. સાગરનું પાણી કુદરતી બક્ષિસ હોવા છતાં પ્રજાને મીઠાથી વંચિત રહેવું પડતું હતું. એ અધિકાર મેળવવા માટેની આ લડત હતી. આ ઉપરાંત બ્રિટન જેવી એક જબરજસ્ત સલ્તનતની તાકાતનો સામનો કરવાનો અને રાષ્ટ્રને પૂર્ણ સ્વરાજને પંથે લઇ જઈ અહિંસાની તમામ તાકાતથી એની સામે ઝઝુમવાનો આ એક અખતરો હતો.

કૂચ માટે દાંડીની પસંદગી કરાઈ

કૂચ માટે સ્થળની પસંદગી કરવા મહાદેવભાઈ, કલ્યાણજીભાઈ જેવા કાર્યકરોએ સમુદ્ર તટોની મુલાકાત લીધી હતી અને અંતે સૌની નજર દાંડી પર સ્થિર થઇ હતી. લડતની પૂર્વ તૈયારી રૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધીનો માર્ગ પણ નિશ્વિત કરાયો હતો. તેમજ ક્યા-ક્યા સ્થળોએ થઈને દાંડી પહોચવું? ક્યાં-ક્યાં વિશ્રામ રાખવો એ નક્કી કરી દાંડીકૂચના માર્ગનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. મહાત્માં ગાંધીજીએ દાંડીકૂચનાં પોતાના સાથીઓની પસંદગી કરી લીધી હતી. તેમણે આ લડતમાં કોઈપણ મહિલાને સામેલ થવાની પરવાનગી આપી નહોતી. કારણ કે, સરકારની દમનનીતિ અસહ્ય પણ બની શકે એમ હતી. સરકાર આવી નીતિ બહેનો સામે વાપરતા અચકાય તેમજ પુરુષ સત્યાગ્રહીઓની બહેનો ઢાલ ન બની જાય તે ભાવનાથી ગાંધીજીએ બહેનોને દાંડીકૂચમાં સામેલ કરી નહોતી.

પ્રાંત પ્રમાણે પદયાત્રી નક્કી કરાયા

દાંડીકૂચના 79 સાથીઓ આશ્રમવાસી હતા. આશ્રમમાં ધર્મ, જાતિ, પ્રાંત જેવી બાબતોને મહત્વ આપવામાં આવતું નહોતું. આમ છતાં પ્રથમવાર જ પ્રાંત પ્રમાણે યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના કચ્છ સહિત 38, મહારાષ્ટ્રના 13, સંયુક્ત પ્રાંતના 07, પંજાબના 03, કેરલના 04, રાજસ્થાનના 03, મુંબઈના 02, આંધ્રપ્રદેશ, સિંધ, કર્ણાટક, તામિલનાડુ, બિહાર, બંગાળ, ઉત્કલ, ફિજી, નેપાળના એક એક સત્યાગ્રહી હતા. આ દાંડીકૂચમાં 16 વર્ષથી લઈને 61 વર્ષના પુરુષોની સેના પસંદ કરવામાં આવી હતી. જેમાં ગાંધીજી સૌથી વધુ ઉંમરના વિચાર, વાણી અને વર્તનથી જે સત્ય અને અહિંસાના પૂજારી હોય તેવા અને સાબરમતી આશ્રમની કડક શિસ્તથી પરિચિત હોય તેવા જ સેવકોને દાંડીકૂચના સૈનિકો તરીકે લીધા હતાં.

Last Updated : Mar 12, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.