- વેક્સીનને લઈને જયનારાયણ વ્યાસ સાથે મુલાકાત
- વેક્સીન આવ્યા બાદ પણ સાવધાની રાખવી પડશે
- વેક્સીનની આડ અસરની પણ સંભાવના
અમદાવાદઃ કોરોના વેક્સીનનું આગમન ટૂંક જ સ્માયમાં ભારતમાં થશે અને તેને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ETV ભારત સાથે વેક્સીન અંગે પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ખાસ વાતચીત કરી હતી અને વેક્સીન અંગે માહિતી આપી હતી.
- સવાલઃ વેક્સિનનું ટ્રાયલ કેવી રીતે થશે?
જવાબઃ ઘણા દેશોએ વેક્સીન શોધી છે પરંતુ તે સંપૂર્ણ રીતે સફળ રહેશે કે કેમ તે નક્કી ના કરી શકાય. અલગ-અલગ દેશની અલગ-અલગ પ્રકારની વેક્સીન છે. ભારત દેશમાં વધુ લોકોને વેક્સીન આપવાની હોવાથી વેક્સીનનો જથ્થો પણ વધુ આવશે. વેક્સિનને 2થી 8 ડિગ્રીમાં સ્ટોર કરવાની રહેશે. વેક્સીન આવ્યા બાદ કોલ્ડ સેન્ટર, વોલેન્ટિયરને યોગ્ય માર્ગ દર્શન આપવું પડશે. વેક્સીન લેતા અગાઉ તેની આડ અસર અંગે પણ ધ્યાન રાખવું પડશે.
- સવાલઃ વેક્સીન માટે લોકોને કેવી રીતે વિશ્વાસ અપાવી શકાશે?
જવાબઃ વેક્સીન આવે તે અગાઉ જ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. વેક્સીન લીધા બાદ કોઈને કોઈ આડ અસર ના થાય તે કહેવું યોગ્ય નથી. વેક્સીન લેનારને રિએક્શન પણ થઇ શકે છે તથા આડ અસર પણ થઇ શકે છે. વેક્સીન શરીરમાં જતા માણસનું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તે પણ મહત્વનું છે. જે લોકોને એલર્જી હોય તેને વેક્સીન લેવામાં ખૂબ જ તકલીફ પડશે. લોકોએ પોતાના ડૉક્ટરની સલાહ બાદ જ વેક્સીન લેવી જોઈએ.
- સવાલઃ એકવાર વેક્સીન લીધા બાદ ફરીથી કોરોના થાય તો શું કરવું?
જવાબઃ એક વાર જે વ્યક્તિને કોરોના થયો હોય તે વ્યક્તિને ફરીથી કોરોના થવાની શક્યતા નહિવત છે અને જો ફરી કોરોના થાય તો તે વેક્સીન પર આધારિત છે. આમ તો વેક્સીન લીધા બાદ કોરોના થવાની શક્યતા પણ નહિવત છે.
- સવાલઃ મધ્યમ વર્ગીય પરિવાર વેક્સીન કેવી રીતે મેળવશે?
જવાબઃ સરકાર તમામ વર્ગના લોકોને વેક્સીન વિના મૂલ્યે જ આપવાની છે. તેમ છતાં વેક્સીન લેતા અગાઉ ડૉક્ટરની એકવાર સલાહ જરૂરથી લેવી જેથી ભવિષ્યમાં કોઈ જોખમ ઉભું ના થાય.
- સવાલઃ વેક્સિનનો ઉપયોગ કેવી રીતે કરવો?
જવાબઃ ગુજરાતના 50 ટકા કેસ માત્ર અમદાવાદમાં છે, તો વેક્સીન અમદાવાદમાં પહેલા આપવી તે બાદ અન્ય જિલ્લા જ્યાં કેસ વધુ છે ત્યાં આપવી. જેનાથી સંક્ર્મણ ફેલાતું અટકી જશે.
- સવાલઃ વેક્સીન આવ્યા બાદ કોરોનાથી સાવધાની રાખવી પડશે?
જવાબઃ વેક્સીન આપ્યા બાદ તેની અસર માર્યાદિત સમય સુધી રહેશે. કોરોનાથી બચવા અગાઉની જેમ સાવધાની રાખવી પડશે. અન્ય રોગોની જેમ કોરોના સામાન્ય રોગ બની જશે તેની તીવ્રતા ઘટી જશે. પરંતુ કોરોના નાબૂદ થઇ ગયો કહેવું ખોટું છે. વેક્સીન આવ્યા બાદ પણ માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ વગેરેનું પાલન કરવું ફરજિયાત છે.
- સવાલઃ વેક્સીન બાદ કેટલા સમય સુધી સાવધાની રાખવી પડશે?
જવાબઃ વાયરસ હંમેશા માટે જતો નથી રહેતો માત્ર તેની તીવ્રતા ઘટે છે. વાયરસ ફરીથી આવવાની સંભાવના છે. વાયરસની તીવ્રતા ઘટશે તેનું સ્ટ્રેઈન ઘટશે, પરંતુ હંમેશા વાયરસ સામે સાવધાની રાખવી પડશે.
કેમેરામેન મુકેશ ડોડીયા સાથે આનંદ મોદી