ETV Bharat / city

ઇથોસ લિમિટેડનો IPO 18 મેના રોજ ખુલશે, રોકાણ કરાય કે નહી જાણો… - આઈપીઓ

ઈથોસ લિમિટેડ આઈપીઓ (Ethos Limited IPO) લઈને 18 મે, 2022ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. જે ઈક્વિટી શેરની પ્રાઈઝબેન્ડ રૂ.836થી રૂ.878 નક્કી કરાઈ છે. ફલોર પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂના 83.60 ગણી છે. આ આઈપીઓમાં રોકાણ કરાય કે નહી, તે અંગે વિશ્લેષણ જાણીએ.

ઇથોસ લિમિટેડનો IPO 18 મેના રોજ ખુલશે, રોકાણ કરાય કે નહી જાણો…

author img

By

Published : May 13, 2022, 8:38 PM IST

અમદાવાદ- ચંદીગઢ સ્થિત ઇથોસ લિમિટેડે તેના પ્રથમ જાહેર ભરણાં (Ethos Limited IPO)માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.836થી રૂ.878 પર તેનો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કર્યો છે. કંપનીનું ઇનિશિયલ પબ્લિક ઓફર સબસ્ક્રિપ્શન (Ethos Limited’s Initial Public Offering ) માટે બુધવારે 18 મે, 2022ના રોજ (IPO in Capital Market )ખુલશે અને શુક્રવારે 20 મે, 2022ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર અને ત્યારબાદ 17 ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે.

રૂ.37,500 લાખના શેરનો આઈપીઓ - IPOમાં (Ethos Limited IPO)એકંદરે કુલ રૂ.37,500 લાખના ઇક્વિટી શેરોના નવા ઇસ્યુ અને 11,08,037 ઇક્વિટી શેર સુધી વેચાણ દરખાસ્ત(OFS)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ જાણો, શેરબજારમાં રોકાણના ફાયદા અને ગેરફાયદા

ઘડિયાળનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે -ઇથોસ ભારતમાં પ્રિમિયમ અને લક્ઝરી વૉચનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને રિટેલમાં ઓમેગા, IWS શેફોસેન, જેઇગર લી કોલ્ટ્રે, પાનેરાઇ, બલ્ગારી, એચ. મોઝર એન્ડ સીઇ, રાડો, લોન્ગિન્સ, બાઉમે એન્ડ મેર્સિયર, ઓરિસ SA, કોરમ, કાર્લ એફ બુચેરેર, ટિસ્સોટ, રેમન્ડ વેઇલ, લૂઇસ મોઇનેટ અને બેલમેઇન જેવી રિટેલ 50 પ્રિમિયમ અને લક્ઝરી વૉચ બ્રાન્ડ ધરાવે છે. તે ભારતમાં લક્ઝરી વૉચ રિટેલ ક્ષેત્રમાં 20 ટકા અને પ્રિમિયમ અને લક્ઝરી વૉચ રિટેલ ક્ષેત્રમાં 13 ટકા જેટલો મજબૂત (Ethos Limited IPO)બજાર હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચોઃ તમારા મહેનતના પૈસા કઈ રીતે બચાવવા અને તેમાં વૃદ્ધિ કરવી, જાણો

ભારતમાં 17 શહેરોમાં 50 સ્ટોર છે - ઈથોસ લિમિટડેના એમડી યશોવર્ધન સાબુએ જણાવ્યું હતું કે "ઇથોસ" બ્રાન્ડના નામ હેઠળ તેણે વૉચ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અનુભવના આધારે પ્રમોટર KDDL લિમિટેડ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ ચંદિગઢમાં જાન્યુઆરી 2003માં તેનો પ્રથમ લક્ઝરી રિટેલ વૉચનો સ્ટોર ખોલ્યો હતો. તેણે ગ્લોબલ વૉચ બ્રાન્ડ્સ સાથે મજબૂત સંબંધો પ્રસ્થાપિત કર્યા છે અને તેના વ્યવસાયને વધારે મજબૂત (Ethos Limited IPO)બનાવી રહ્યું છે. મલ્ટી સ્ટોર ફોર્મેટમાં ભારતમાં 17 શહેરોમાં 50 જેટલા રિટેલ સ્ટોર ધરાવે છે અને તેના વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે તેના ગ્રાહકોને વૈવિધ્યપૂર્ણ માધ્યમોનો અનુભવ પૂરો પાડે છે.

કંપનીના નાણાકીય પરિણામ - કંપનીની નાણાકીય વર્ષ 2021 માટે કામગીરીમાંથી પ્રાપ્ત થયેલી આવક રૂ.38,657.07 લાખ છે, જ્યારે તેનો આ જ સમયગાળા માટે વર્ષ માટે પુનઃનિર્ધારિત નફો રૂ.578.53 લાખ હતો. ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થતા નવ મહિના માટે કામગીરીમાંથી આવક રૂ.41,859.31 લાખ હતી (Ethos Limited IPO) અને આ જ સમયગાળા માટે પુનઃનિર્ધારિત નફો રૂ.1,598.78 લાખ હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.