- હોસ્પિટલોની બહારથી ખાલી બેડ દર્શાવતું બોર્ડ ગાયબ
- ધન્વંતરી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે નથી ખબર
- સરકાર દ્વારા ખાલી બેડનું બોર્ડ નહીં લગાવવાની નથી કરાઈ જાહેરાત
અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્યની કોવિડ હોસ્પિટલમાં પણ બેડ ખાલી હોય તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, હોસ્પિટલની બહાર કેટલા બેડ કોવિડ હોસ્પિટલમાં ખાલી છે, તે અંગે બોર્ડ લગાવવામાં આવે છે. જેનાથી દર્દીઓને જાણકારી મળી રહે કે હોસ્પિટલમાં હાલમાં કેટલા બેડ ખાલી છે.
કોવિડ હોસ્પિટલ બહાર વાવાઝોડાને કારણે નુકસાન
ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં વાવાઝોડાને કારણે બહારના ભાગે મોટી નુકસાની આવી હતી. બહારના ભાગે સુરક્ષા વિભાગના અધિકારીઓ માટે લગાવવામાં આવેલા ટેન્ટ અને હેલ્પ ડેસ્ક તેમજ બોર્ડ અને બેનર ભારે પવનના લીધે ઉડી ગયા હતા અને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ખાસ કરીને હોસ્પિટલ દ્વારા લગાવવામાં આવેલી ડિજિટલ ડિસ્પ્લે. જેમાં હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે દર્શાવવામાં આવતું હતું, પરંતુ વાવાઝોડા ગયાને ઘણા દિવસો થયા છે. આમ છતાં ફરીથી ડિસ્પ્લે લગાવવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં રિક્ષામાં આવેલા દર્દીને પ્રવેશ ન અપાતા ચાલકે બેરિકેડ પર રિક્ષા ચઢાવી
ધન્વંતરી હોસ્પિટલ બહાર ખાલી બેડનું બોર્ડ ગાયબ!
વાવાઝોડાના ગયાના બીજા જ દિવસે ટેન્ટ તેમજ સરકારના જાહેરાત વાળા બેનર તરત જ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે અંગે કોઈપણ જાતની જાણકારી આપતું ડિસ્પ્લે અથવા તો કોઈ બોર્ડ લગાવવામાં આવ્યું જ નથી. સરકાર દ્વારા કોરોનાના કેટલા બેડ ખાલી છે તે છુપાવવામાં આવી રહ્યું હોવાની પણ આશંકા છે.