ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ખોટા પુરાવા રજુ કરનાર સામે પગલા લેવા ઇલેક્શન કમિશને કલેક્ટરને કર્યો આદેશ - bjp

આ વર્ષના શરૂઆતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં અમદાવાદના બોકડદેવ વોર્ડ નંબર 8માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ખોટી જાણકારી રજૂ કરતા ચૂંટણી પંચે લાલ આંખ કરી છે. ચૂંટણી પંચે આ તમામ સામે FIR નોંધાવાના આદેશ આપ્યા છે.

election commision
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ખોટા પુરાવા રજુ કરનાર સામે પગલા લેવા ઇલેક્શન કમિશને કલેક્ટરને કર્યો આદેશ
author img

By

Published : Jul 8, 2021, 11:03 AM IST

  • રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો
  • રાજય ચૂંટણી આયોગે કલેકટરને કર્યો મહત્ત્વપૂર્ણ આદેશ
  • ફોર્મમાં ખોટી વિગતો આપનાર ઉમેદવારો સામે FIR કરવા આપ્યો આદેશ

અમદાવાદ: વર્ષ 2021માં ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન બોડકદેવ વોર્ડ નંબર 19ના કોંગ્રેસના 4 અને ભાજપના 4 એમ 8 ઉમેદવારોએ ફોર્મમાં સાચી વિગતો ન આપવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ઇલેક્શન કમિશનને આઠ સપ્તાહમાં કાયદા મુજબ નિર્ણય લેવા આદેશ આપ્યો હતો જેની ઇલેક્શન કમિશને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષના કુલ 8 ઉમેદવારો વિરુદ્ધ ખોટી એફિડેવિટ રજૂ કરવાના કેસ સંદર્ભે એફ આઈઆર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ચૂંટણી આયોગે કલેકટરને કર્યો છે.

શું કહે છે એડવોકેટ વિવેક ભામરે?

એડવોકેટ વિવેક ભામરેએ ETV Bharatને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ચૂંટણી આયોગે કલેકટરને આદેશ કર્યો છે કે બોડકદેવ કે જે 19 નંબરનો વોર્ડ છે તેમાં ભાજપના ચાર અને કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ફોર્મ નંબર 23 કે જે ઉમેદવારી માટેના ફોર્મ હોય છે તેમાં ખોટી માહિતી રજૂ કરી હતી. અમારી સામે આ અંગે ફરિયાદ આવતા ચૂંટણી આયોગને અરજી કરી હતી તે અરજી ઉપર કોઈ નિવેડો ન આવતાં અમે ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. જેની સામે ગુજરાત હાઇકોર્ટે 8 અઠવાડિયામાં નિર્ણય લાવવા ચૂંટણી આયોગને આદેશ આપ્યો હતો. આ આદેશ સામે ચૂંટણી આયોગે કલેકટરને ખોટી વિગતો આપનાર ઉમેદવારો સામે FIR નોંધાવવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : મોરવા હડફના ભાજપ ધારાસભ્ય નિમિષા સુથારને હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું

ચૂંટણી આયોગના 2011ના સર્કુલર મુજબ સાચી માહિતી આપવી ફરજીયાત

વર્ષ 2011માં ચૂંટણી આયોગના સર્ક્યુલર મુજબ ઉમેદવારોએ ફોર્મમાં સાચી વિગત આપવી ફરજીયાત છે. આમ ન કરનાર ઉમેદવાર સામે ચૂંટણી આયોગ કાયદેસરના પગલાં લઈ શકે છે આ નિયમો મુજબ ચૂંટણી આયોગે કલેકટરને હાલની પરિસ્થિતિ જોતા આઠ ઉમેદવારો વિરુદ્ધ ખોટી એફિડેવિટ રજૂ કરવાના કેસ સંદર્ભે FIR કરવાનો આદેશ આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે બોડકદેવ ઘણા સમયથી ભાજપનો ગઢ રહ્યો છે જેમાં ગત ચૂંટણી દરમિયાન પણ ભાજપ પક્ષના જ ચાર ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.

આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 1.60 લાખ યુવા મતદારોનો થયો વધારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.