અમદાવાદ ચૂંટણી પહેલા રાજ્ય સરકાર તમામ લોકોને ખુશ કરવાના મૂડમાં ત્યારે હવે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) મહત્વપૂર્ણ જાહેરાત કરતા ટેટ -1 અને ટેટ 2ના ઉમેદવારોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ પ્રધાનની આ જાહેરાત પછી 4 વર્ષથી ન લેવાયેલી ટેટ 1 અને 2ના ઉમેદવારોની (TAT Exam Schedule) આતુરતાનો અંત આવ્યો છે. હવે આવા ઉમેદવારો ફોર્મ 21 ઓક્ટોબરથી ભરી શકાશે. તો આ વખતે આ પરીક્ષા 3,00,000 ઉમેદવારો આપી શકશે.
પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, ટેટ માટે 3.5 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી તૈયારી સરકારે કરી છે. જ્યારે ટેટ 1-2 પરીક્ષામાં (TAT Exam Schedule) આપવા માટેના ઓનલાઈન ફોર્મ 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ભરી શકાશે. તો 17 ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
-
TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય.#TET #Exams pic.twitter.com/ZLytfFVG2p
— Jitu Vaghani (@jitu_vaghani) October 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય.#TET #Exams pic.twitter.com/ZLytfFVG2p
— Jitu Vaghani (@jitu_vaghani) October 14, 2022TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય.#TET #Exams pic.twitter.com/ZLytfFVG2p
— Jitu Vaghani (@jitu_vaghani) October 14, 2022
ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમ પછી જાહેરાત મહત્વનું છે કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (Gujarat National Law University) ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની (Vice President Jagdeep Dhankhard) ઉપસ્થિતિમાં યોજાયેલા એક્સલન્સ ઇન હાયર એજ્યુકેશન કાર્યક્રમ પછી (Excellence in Higher Education Programme) શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) આ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
વિદ્યાસહાયકોની પણ કરાઈ ભરતી સાથે જ તેમણે ધોરણ 1થી 8માં વિદ્યા સહાયક તરીકે પસંદગી મેળવવારાજ્યના શિક્ષણ વિભાગે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા (TAT Exam Schedule) લેવાની પણ જાહેરાત કરી હતી. સરકારે આ પહેલા પણ 2,600 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી, જેમાં ધોરણ 1થી 5માં 1,000 અને ધોરણ 6થી 8માં 1,600 મળી કુલ 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે.