ETV Bharat / city

સ્કૂલ ઓફ કોમર્સમાં કૌટીલ્ય મ્યુઝિયમ ઓફ એકાઉન્ટન્સીનું શિક્ષણપ્રધાને કર્યું ઉદ્ઘાટન - ahmedabad

ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ મ્યુઝીયમ છે, ત્યારે નવા મ્યુઝીયમનું શિક્ષણપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલ ઓફ કોમર્સના કેમ્પસમાં કૌટિલ્ય મ્યુઝીયમ ઓફ એકાઉન્ટન્સીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

કૌટીલ્ય મ્યુઝિયમ ઓફ એકાઉન્ટન્સીનું શિક્ષણપ્રધાને કર્યું ઉદ્ઘાટન

author img

By

Published : Aug 14, 2021, 8:07 AM IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં 4 મ્યુઝિયમ તૈયાર થયા છે
  • નવા મ્યુઝીયમનું શિક્ષણ પ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું
  • કૌટિલ્ય મ્યુઝીયમ ઓફ એકાઉન્ટન્સીનું ઉદઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ મ્યુઝીયમ છે, ત્યારે નવા મ્યુઝીયમનું શિક્ષણપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલ ઓફ કોમર્સના કેમ્પસમાં કૌટિલ્ય મ્યુઝીયમ ઓફ એકાઉન્ટન્સીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ મ્યુઝીયમમાં કૌટિલ્યના સમયથી ચાલી આવતી એકાઉન્ટની પ્રક્રિયા, જૂની પદ્ધતિનું એકાઉન્ટ,જૂના સિક્કા સહિતની વસ્તુઓ મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી.

કૌટીલ્ય મ્યુઝિયમ ઓફ એકાઉન્ટન્સીનું શિક્ષણપ્રધાને કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો- અમદાવાદનાં ખમાસામાં આવેલી 150 વર્ષ જૂની સ્કૂલનું કરાશે રિ-ડેવલપમેન્ટ

ગ્રંથ પાલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ શિક્ષણપ્રધાને વિમોચન કર્યું

આ સમારોહમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, ICAIના પૂર્વ પ્રમુખ CA સુનીલ તલાટી, ઉપકુલપતિ જગદીશ ભાવસાર અને રજીસ્ટાર પી.એમ.પટેલ હાજર રહ્યા હતા. સાથે જ ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથ પાલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ શિક્ષણપ્રધાને વિમોચન કર્યું હતું.

યુનિવર્સિટીના દરેક વિભાગમાં મ્યુઝિયમ હોવા જોઈએ: શિક્ષણપ્રધાન

આ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં 4 મ્યુઝિયમ તૈયાર થયા છે, ત્યારે શિક્ષણપ્રધાને કહ્યું હતું કે, યુનિવર્સિટીના દરેક વિભાગમાં મ્યુઝિયમ હોવા જોઈએ. ત્યારે આ મામલે કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને પોતાની પ્રાચીન એકાઉન્ટની ભાષા તેમજ તે ગણિતની સમજ આવે તે હેતુથી આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં વિદ્યાર્થીઓને એકાઉન્ટ વિશે પણ માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પગે લાગ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર 4 મ્યુઝિયમ છે

હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર 4 મ્યુઝિયમ છે, ત્યારે આગામી સમયમાં વધુ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થીઓ પ્રાચીન વસ્તુઓથી અજાણ ન બને.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.