- ધંધુકા તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો માટે કર્યો પ્રચાર
- ભાજપનાં ઉમેદવારોને આપ્યો ચૂંટણીલક્ષી બોધપાઠ
- તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપા બહુમતી પ્રાપ્ત કરશે તેવો અભિગમ
ધંધુકા: શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધંધુકા તાલુકાના વાગડ, ઉચડી, પરબડી, રોજકા, મોટા ત્રાડીયા, અડવાળ, પચ્છમ અને ફેદરા ગામ સહિતના સ્થળોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેઓએ જાહેર સભામાં સંબોધન કરતાં જણાવ્યું કે, જાહેર જીવનમાં પડેલા વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે કોઈ એક સમાજથી નહી પરંતુ બધા જ સમાજનાં સાથ અને સહકારથી ચૂંટણી જીતી શકાય છે.
ધંધુકામા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણીલક્ષી સભા સંબોધી ચૂંટણીમાં ભાજપના વિજયની આશા ધંધુકા તાલુકા પંચાયતની તગડી સીટ પરથી ભાજપાના ઉમેદવાર પ્રકાશ કુંવરબા, રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પંચાયત ગલસાણા સીટ ઉપરથી હરિશ્ચંદ્ર સિંહ ફતુભા ચુડાસમાના પ્રચારાર્થે આવ્યા હતા. તેમાં ધંધુકા તાલુકા પંચાયતના તગડી સીટના યુવા ઉમેદવાર પ્રકાશ કુંવરબાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે તેમના પતિ રાજેન્દ્રસિંહ બાબુભાઈ ચુડાસમા પોતાના સમાજ માટેનો કોઈ પ્રશ્ન હોય કે અન્ય સમાજના લોકો માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય તો તેઓ હંમેશાં સમાધાનકારી વલણ દાખવનાર વ્યક્તિત્વ ધરાવે છે. હંમેશા તમામ સમાજ સાથે હળી મળીને રહેવાનો અભિગમ દાખવે છે. ત્યારે તેમના પત્ની પ્રકાશ કુંવરબા ચુડાસમાને તેમના વિસ્તારના મતદારો મત આપીને વિજય બનાવશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમ ધંધુકા વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પ્રચાર અર્થે આવેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ વખતે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપાની બહુમતી હશે અને સત્તા હાંસલ થશે તેવો અભિગમ દાખવ્યો હતો.