ETV Bharat / city

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી એસટીની 122 ટ્રીપ કેન્સલ - જીએસઆરટીસી

થોડા દિવસ પહેલાં રાજ્યમાં ઓછા વરસાદની બૂમરાડ પડી રહી હતી ત્યારે છેલ્લા 24 ક્લાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે એસટી વિભાગને પણ બસના પૈડા થંભાવવાની ફરજ પડી છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી એસટીની 122 ટ્રીપ કેન્સલ

author img

By

Published : Sep 13, 2021, 9:22 PM IST

  • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ
  • રાજકોટ અને જામનગર ભારે પ્રભાવિત
  • રસ્તાઓ ઉપર પાણી ભરાવથી એસટીની 122 ટ્રીપ કેન્સલ

ન્યૂઝડેસ્ક: એક તરફ રાજ્યમાં વરસાદની ઘટ અનુભવાતી હતી. જેને લઇને સૌ લોકો મેઘરાજાને રીઝવવા પ્રાર્થના કરી રહ્યા હતા. હવે ભાદરવામાં અષાઢ જેવા વાતાવરણનું સર્જન થયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં એક જ દિવસમાં 20 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

રાજ્યભરમાં 159 રસ્તા બંધ

ભારે વરસાદને પરિણામે જામનગરના 11 સ્ટેટ હાઇવે બંધ કરાયા છે અને એક નેશનલ હાઈવે બંધ કરાયો છે. જ્યારે રાજ્યભરમાં 159 રસ્તા બંધ કરાયા છે. રસ્તા ઉપર ભારે પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર પણ બંધ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ગાડીઓ પણ પાણીના પ્રવાહમાં તણાતી નજરે પડી છે. ત્યારે રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત થતી 122 જેટલી એસટી ટ્રીપો બંધ કરવામાં આવી છે. જેમાં જુનાગઢમાં 62, જામનગરમાં 38, રાજકોટમાં 16 અને વલસાડમાં 06 જેટલી ટ્રીપો કેન્સલ કરવામાં આવી છે.જ્યારે વલસાડમાં 03, જૂનાગઢમાં 20, જામનગરમાં 16 અને રાજકોટમાં 07 રૂટ બંધ થતા કુલ સાત હજાર કિલોમીટર જેટલી ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે.

પરિસ્થિતિ આધારે નિર્ણય લેવાશે

રાજ્યભરમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આગામી સમય દરમિયાન કેટલો વરસાદ વરસે છે. રસ્તાઓ પર ભરાયેલાં પાણી અને પરિસ્થિતિને આધારે રાજ્ય પરિવહન નિગમ રદ થયેલી ટ્રીપ ચાલુ કરવી કે વધારે ટ્રીપ રદ્દ કરવી તે નિર્ણય લેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.