ETV Bharat / city

Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ - ભારત સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય

ભારતના લોકો માટે ડ્રોન સૌ પ્રથમ થ્રિ-ઇડીયટ ફિલ્મ દ્વારા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. તે વખતે ફિલ્મમાં આમીરખાને ડ્રોનની ઉપયોગીતા(benefits of drones) વિશે જે વાત કરી હતી તે આજે સત્ય સાબિત થઈ રહી છે. વિદેશોમાં ડિફેન્સ અને ફૂડ ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ પણ થાય છે.

Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ

author img

By

Published : Nov 26, 2021, 9:38 PM IST

  • અમદાવાદમાં યોજાયો ડ્રોન મહોત્સવ
  • 150 થી વધુ પ્રકારના ડ્રોનનું કરાયુ પ્રદર્શન
  • મુખ્યપ્રધાને નિહાળ્યું ડ્રોનનું પ્રદર્શન

અમદાવાદ: ભારતમાં લગ્ન અને ડીફેન્સ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ થાય છે. ભારત ડિફેન્સ ક્ષેત્રે વિકસિત દેશો પાસેથી ડ્રોન ખરીદે છે. યુદ્ધ અને સંરક્ષણ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. ઉરી ફિલ્મમાં પણ પક્ષી આકારના ડ્રોન દ્વારા જાસૂસી કરાઈ હતી. જુદા-જુદા ક્ષેત્ર માટે અલગ-અલગ પ્રકારના ડ્રોન વાપરવામાં (benefits of drones) આવે છે. જેમાં 5 ઈંચથી લઈને 4 ફૂટ પહોળા અને 1 કિલોગ્રામ વજન ઊંચકવાની ક્ષમતા સાથે 36 કિલોગ્રામ વજન ઊંચકી શકે તેવા ડ્રોન ઉપલબ્ધ છે. ડ્રોન હોરીઝોન્ટલી 05 કિલોમીટર અને 60 ફુટ સુધી ઊંચું ઉડી શકે છે. તેને ચાર્જ કરવાનો અને ઉડ્ડયન સમય લગભગ સરખો જ છે.

Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ

આ પણ વાંચો: અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર

ડ્રોનના કેટલાક પ્રકાર :

1. ફાયર એસ્કેપ લેડર ડ્રોન: ફાયરમાંથી બચવા માટે ફાયર એસ્કેપ લેડર ડ્રોન બનાવવામાં આવ્યું છે. જે હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગે ત્યારે માણસને બચાવવા માટે થોડી ક્ષણોમાં તે વ્યક્તિ પાસે લેડર પહોંચાડી શકશે, જેથી મોટી જાનહાનિ અટકાવી શકાય. ભૂતકાળમાં સૂરતમાં બનેલી તક્ષશિલા જેવી ઘટનાઓ નિવારી શકાશે.

2. રેસ્ક્યુ સર્વેલન્સ ડ્રોન: ગુમ થયેલ વ્યક્તિઓ અને ગુનાનો ભોગ બનેલા લોકોની શોધ માટે ઉપયોગી

3. ડિલિવરી ડ્રોન: મેડિકલ, ભોજન અને પોસ્ટને લગતી વસ્તુઓની ડિલિવરી કરવા

4. એગ્રીકલ્ચર ડ્રોન: દવાઓના છંટકાવ, પાકની ગણતરી, પાકની સઘનતા, નીંદણનો નાશ કરવા, બીજને ફેલાવવા, ઢાળવાળી જમીન પર દવા છાંટવા, શેરડી જેવા ઊંચા પાક પર દવા છાંટવા

5. નિરીક્ષણ ડ્રોન: જમીનના નિરીક્ષણ અને માપણી માટે, બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં, ઓઇલ અને ગેસની રિફાઈનરીના નિરીક્ષણમા, રોડ-રેલવે ઇન્સ્પેકશન

6. રેસ્ક્યુ ડ્રોન: ડૂબતા માણસ પાસે ઇમરજન્સી સિસ્ટમ લઈ જનાર

અમદાવાદમાં ડ્રોન મહોત્સવ

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રોન મહોત્સવનું આયોજન (Drone Festival in Ahmedabad) કરવામાં આવ્યું હતું. આ ડ્રોન મહોત્સવના આયોજનમાં ગુજરાત સરકાર ઉપરાંત રાજ્યની વિવિધ ડ્રોન કંપનીઓ (Drone manufacturing Hub) , ભારત સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation), ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને IDSR જેવી સંસ્થાઓ સહભાગી થઈ હતી. જેમાં યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, ખેડૂતો, સંશોધકો, પ્રશાંસકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ ડ્રોન મહોત્સવનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ, 47 દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી રહેશે દૂર

ડ્રોનનું નિદર્શન

આ મહોત્સવ દરમિયાન વિવિધ કંપનીઓ, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ડ્રોન ટેકનોલોજી અને તેના ઉપયોગો અંગે નિદર્શન કરવામાં આવ્યું હતુ. નોંધપાત્ર બાબત એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી વિભાગો, સંરક્ષણ, લશ્કરી સંસ્થાઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. ખેતીવાડી, વન, આરોગ્ય, ફાયરબ્રિગેડ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પણ દિન-પ્રતિદિન તેનું મહત્વ વધી રહ્યું છે. વિધાર્થીઓને સંસ્થા દ્વારા ડ્રોન ઓપરેટ કરવાની તાલીમ પણ આપવામાં આવશે.

શા માટે ડ્રોન મહોત્સવ

દેશમાં ડ્રોનના ઉપયોગકર્તા- ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓમાં જાગૃતિ આણવાના હેતુથી આ ડ્રોન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત અને ડિફેન્સ એક્ષ્પોના આયોજનોને પણ આ કાર્યક્રમ થકી બળ મળશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ કાર્યક્રમના આયોજન માટે પ્રદીપ પટેલની પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ, અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ મુખ્ય પ્રાયોજક હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.