- વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ASP વિનાયક પટેલે આપી માહિતી
- પોલીસ દ્વારા 15 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા માંગવામાં આવ્યા
- નઝીર વોરા અને તેની પત્ની બન્નેએ કોર્ટમાં કર્યું છે સરેન્ડર
અમદાવાદ: કુખ્યાત ભૂમાફિયા સહિત ગેંગસ્ટર તરીકે પંકાયેલા નઝીર વોરા (Nazir Vora)ને કોર્ટમાં સરેન્ડર કરવાની ફરજ પડી હતી. અનેક ગુનામાં ભાગતો ફરતો અને પોલીસથી બચતા રહેલા આ કુખ્યાત આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ લગાડવામાં આવી છે.
નઝીર વોરા અને બાબાખાનના 7 કરોડની કિંમતના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા હતા
મળતી માહિતી મુજબ, નઝીર વોરા સામેની જમીનો પચાવી પાડવાથી લઈને વીજચોરી, ગેરકાયદેસર બાંધકામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાયેલી છે. તાજેતરની જ વાત કરીએ તો, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા નઝીર વોરા અને બાબાખાનના 7 કરોડની કિંમતના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: કુખ્યાત મહિલા બુટલેગર સોનુ ડાંગર પોલીસના સંકજામાં
વેજલપુર પોલીસ સ્ટેશન (Police station )ખાતે ASP વિનાયક પટેલે આપી માહિતી
અમદાવામાં વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં ગુનાખોરીમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ અને જમીનની પોલીસ દ્વારા માહિતી મેળવીને તેને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે ઉપરાંત બાબાખાનના પાંચ માળના 2880 ચોરસ મીટરના નેહા ફ્લેટને પણ બાબતે ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી.
જુહાપુરામાં નઝીર વોરાનું ગેરકાયદે એપાર્ટમેન્ટ કોર્પોરેશને તોડી પાડ્યું હતું
ઉલ્લેખનીય છે કે, બાંધકામ કરનારે ધ્યાને નહીં લેતા આખરે આ બાંધકામને 15 ઓક્ટોબરના રોજ સીલ કરી દેવામાં આવ્યું હતું. જુહાપુરામાં આવેલા ટીચર્સ કોલોનીમાં નઝીર વોરાનું ગેરકાયદેસર એપાર્ટમેન્ટ કોર્પોરેશને તોડી પાડ્યું હતું.
આ પણ વાંચો: સુરતની લેડી ડોન ભુરી પોલીસના સંકજામાં, કૉર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મંજૂર
પોલીસ દ્વારા 15 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા માંગવામાં આવ્યા
પોલીસ દ્વારા વૈભવી ફાર્મ હાઉસમાં 10 AC, પાણીના બોર હોવા છતાં 50 યુનિટનો જ વીજ વપરાશ થતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે વીજ અધિકારીઓએ તારણ કાઢીને પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.