- મોદી-શાહનાં ફોટો સાથે છપાયેલા ફટાકડાને લોકો વધુ પસંદ કરી રહ્યા છે
- મોદી અને શાહનાં ફોટો વાળા ફટાકડાનાં કુલ 5 કરોડ બોક્સ વેંચાયા
- બજારમાં અલગ અલગ ફોટો વાળા ફટાકડા વેચાતાં હોય છે
અમદાવાદ : સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહની લોકચાહનાં જગપ્રસિદ્ધ છે ત્યારે આ પ્રસિદ્ધિને વેપારીઓ પણ સારી રીતે જાણે છે. તેથી જ વેપારીઓ આ લોકચાહનાનો ફાયદો ઉઠાવી તેમનાં ફોટા વાળા ફટાકડા બનાવી વેચાવાનો પ્રયોગ કરી રહ્યા છે. તેમજ લોકો પણ આવા ફટાકડા ખરીદી રહ્યા છે અને બજારમાં ખાસ મોદીનાં મિર્ચી બોમ્બ વધુ વેચાઈ રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, અન્ય ફટાકડાની સામે મોદી-શાહનાં ફોટા(Fireworks with photos of Modi and Shah) સાથે છપાયેલા ફટાકડા વધુ વેચાઈ રહ્યા છે.
મોદી શાહનાં ફટાકડાની ડિમાંડ
વેપારી એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વેંચાતા ફટાકડાની સામે મોદી -શાહના ફોટો સાથે છપાયેલા ફટાકડાને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. તેમજ મોદીના સુતળી બોમ્બ, મિર્ચી બોમ્બ, મોદી ચકરી, મોદી કોઠી વગેરે વધુ વેચાઈ રહ્યા છે. મોદી શાહનાં ફટાકડા અંદાજે 5 કરોડ જેટલા વેંચાયા છે અને સ્ટોક પણ જલ્દી પૂરો થઈ રહ્યો છે તેમ છતાં લોકો હજી પણ ડિમાંડ કરી રહ્યા છે.
આ પણ વાંચો : દેશમાં અહીં ઉજવાય છે સૌથી પહેલા દિવાળી, જાણો શું છે પ્રથા
આ પણ વાંચો : જાણો દિવાળીના પર્વ પર અલગ અલગ રાશીના જાતકને આ રીતે પ્રાપ્ત થશે લક્ષ્મીકૃપા