અમદાવાદ: શ્રાવણી પૂર્ણિમા એટલે રક્ષાબંધન. ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમગ્ર રાજ્યમાં આજે હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં રક્ષાબંધનની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે. હવે લોકો વર્ચ્યુઅલ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યાં છે.
આજે રક્ષાબંધનનાં દિવસે વણજોયા મુર્હૂતો સારા પર બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્ય તેમજ સમૃદ્ધિની પ્રાર્થનાં કરી રહી છે. જ્યારે ભાઈ પણ બહેનને દરેક રીતે રક્ષા કરવાનું વચન આપી ભાઈ-બહેનનાં સ્નેહભર્યા સંબંધની ઉજવણી કરવામાં આવશે, પરંતુ કોરોનાની મહામારીને લઈને રક્ષાબંધનનો ટ્રેન્ડ બદલાયો છે અને ભાઈ-બહેન વર્ચ્યુઅલ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યાં છે.
કોરોનાની મહામારીમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે મણિનગરમાં રહેતા એક પરિવારે રક્ષાબંધનની ઉજવણી ભાઈઓને વીડિયો કોલ કરીને જ કરી હતી. એક જ શહેરમાં રહેતા હોવા છતાં રક્ષાબંધનની ઉજવણી ઓનલાઇન જ કરી હતો.
મહત્વનું છે કે, કોરોના મહામારીમાં લોકો બહાર જવાનું અને લોકોને મળવાનું ટાળી રહ્યાં છે, પરંતુ રક્ષાબંધનમાં દર વર્ષે બહેનો ભાઈની રક્ષા માટે પોતાના ઘરે જઈને રાખડી બાંધતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ટ્રેન્ડ બદલાયો છે અને રક્ષાબંધનની ઉજવણી લોકો ઘરે બેસી ઓનલાઈન જ કરી રહ્યાં છે.