ગાંધીનગર: ગાંધીનગરની ગિફ્ટ સીટીમાં (Gift City Gandhinagar) વડાપ્રધાન મોદી દ્વારા બુધવારે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) શરૂ કરવામાં આવશે. ત્યારે આ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે?, અને તેમાં કેવી રીતે કામ કરવામાં આવે છે. આ સાથે, તેનાથી દેશમાં રહેલા સોના ચાંદીના ભાવ પર શું ફર્ક પડવાનો છે? એ અંગે જોઈએ એક વિસ્તૃત અહેવાલ
આ પણ વાંચો: Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં સામાન્ય ઉછાળો
ગાંધીનગર ગેટવે બનશે: વડાપ્રધાન મોદી શુક્રવારે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) લોન્ચ કરશે. ભારતમાં સોનાના નાણાકીયકરણને પ્રોત્સાહન આપવા ઉપરાંત, એક્સચેન્જ ગુણવત્તાની ખાતરી સાથે જવાબદાર સોર્સિંગ અને કાર્યક્ષમ ભાવ શોધની સુવિધા પણ આપશે. આ બુલિયન એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટે મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે દેશમાં જે પણ સોનું આવશે તે આ એક્સચેન્જ દ્વારા આવશે.
બુલિયન એક્સચેન્જ શું છે: ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (Gift City Gandhinagar)માં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઈ રહ્યું છે. ભારતમાં આ પ્રકારનું એક્સચેન્જ પ્રથમ વખત લાઈવ થવા જઈ રહ્યું છે, જે વૈશ્વિક બુલિયન વેપારનો મોટો હિસ્સો હશે. ભારત માટે સૌથી મોટી વાત એ છે કે અહીં આંતરરાષ્ટ્રીય બુલિયન શરૂ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: બિલ ગેટ્સને પાછળ છોડી, જાણો કોણ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ
આવું સંચાલન: જેનું સંચાલન કરવા માટે, કેન્દ્રએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ IIBH હોલ્ડિંગ કંપનીની સ્થાપના કરી છે. જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયા INX, IFSC, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટ લિમિટેડ અને નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડનો સમાવેશ થાય છે. નજીકના ભવિષ્યમાં ગોલ્ડ સ્પોર્ટ એક્સચેન્જ દ્વારા તેનો વેપાર કરી શકાશે. આ એક્સચેન્જ પછી 5 ગ્રામથી લઈને એક કિલોગ્રામ સુધીના સોનાનો વેપાર થઈ શકશે, જેનું સેબી દ્વારા નિયમન કરવામાં આવશે.
ક્યા સ્થળે અને ત્યાં જ શા માટે: આ એક્સચેન્જ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શરૂ થઈ રહ્યું છે. ગાંધીનગરને ટેકસિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. પણ હવે ફાયનાન્સિયલ હબ તરીકે તૈયાર થયા ગાંધીનગરને ફિનટેકસિટી ગિફ્ટ તરીકેની પણ ઓળખ મળી રહેશે. જેના લોકાર્પણ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક્સચેન્જની સૌથી ખાસ વાત એ છે કે, આ એક્સચેન્જ બુલિયન ટ્રેડીંગને સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુલિયન ડિપોઝિટરી રિસિપ્ટ્સ(BDRs)ના ઓર્ડર મેચિંગ, ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ માટે ટેક્નોલોજી આધારિત મિકેનિઝમ્સ પ્રદાન કરશે. જે ભૌતિક બુલિયન દ્વારા સમર્થિત સુરક્ષા છે. વિવિધ વેપારીઓ-રોકાણકારો સહિતના સહભાગીઓને ટ્રેડિંગ એવન્યુ પ્રદાન કરવા ઉપરાંત, IIBX કિંમતની સંશોધન, ડિસ્ક્લોઝર્સમાં પારદર્શિતા, ગેરંટીકૃત કેન્દ્રિય ક્લિયરિંગ અને ગુણવત્તાની ખાતરીના ફાયદા પણ પ્રદાન કરશે.
આ પણ વાંચો: EPFOએ મે મહિનામાં નવા સભ્યો ઉમેર્યા, 22-25 વર્ષની વયના લોકોની સંખ્યામાં થયો વધારો
શેર માર્કેટ અને બુલિયન એક્સચેન્જ: જે રીતે શેર માર્કેટમાં દરરોજ શેરની સપાટી ઉપર નીચે થાય છે. કિંમત બદલાય છે એમાં બુલિયન એક્સચેન્જમાં પણ સોના-ચાંદીના ભાવમાં એક પ્રકારનું પરિવર્તન જોવા મળે છે. એ પણ દૈનિકતાના ધોરણે શેર માર્કેટમાં શેર કેન્દ્રમાં હોય છે જ્યારે બુલિયન માર્કેટમાં ફોક્સ સોના અને ચાંદી પર હોય છે. પણ સામ્યતા બન્નેમાં એવી પણ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર થતી દરેક નાની મોટી હિલચાલને ધ્યાને લેવામાં આવે છે. નોંધનીય છે કે ગિફ્ટ સિટી ગાંધીનગર એ ગુજરાતનો એક એવો સુનિયોજિત જિલ્લો છે, જ્યાં ઘણા નાણાકીય અને ટેક્નોલોજી સંબંધિત વ્યવસાય કેન્દ્રો છે. સરકાર ગિફ્ટ સિટીને સિંગાપોર, દુબઈ અને હોંગકોંગ જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય હબની સમકક્ષ બનાવવાની યોજના ધરાવે છે.
એક્સચેન્જથી શું ફાયદા: ભારતમાં 22,000 ટન સોનાનો ઉપયોગ થાય છે. આ એક્સચેન્જ પછી એક ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ શરૂ થવાનું છે. જેની રેગ્યુલેટર સેબી કરતું હશે. તેનો વેપાર ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ દ્વારા કરવામાં આવશે. બાકીની દુનિયાની નજર પણ આ એક્સચેન્જ પર રહેશે. એક અનુમાન મુજબ, આ સમયે લગભગ 22,000 ટન સોનું ભારતીય ઘરોમાં પડેલું છે, જે નિષ્ક્રિય છે. નિષ્ણાતોના મતે, ભારત વાર્ષિક 800-900 ટન સોનાનો વપરાશ કરે છે.આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ દ્વારા સમગ્ર દેશમાં સોનાની સમાન કિંમતની ધારણા છે. આજે દરેક રાજ્યમાં સોનાના ભાવ બદલાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એક્સચેન્જ માટે અમદાવાદ નજીક ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટીની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ ઉછળ્યો તો નિફ્ટી ગગડ્યો
બુલિયન એક્સચેન્જ સ્કિમ શું? ભારતમાં સોનાના વધુ વપરાશને કારણે સરકારે આ એક્સચેન્જ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. IFSCA બુલિયન એક્સચેન્જના નિયમનકાર તરીકે પણ કામ કરશે. વર્ષ 2019માં ભારતમાં લગભગ 700 ટન સોનાનો વપરાશ થયો હતો. દેશની તમામ મોટી બેન્ક, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ (ETF), MMTC જેવી સરકારી એજન્સીને બુલિયન એક્સચેન્જની સભ્યતા (મેમ્બરશીપ) આપવામાં આવશે. મોટા જ્વેલર્સને સબ-ડીલરશિપ આપી શકાય છે. જેમ્સ અને જ્વેલરી નિકાસકારો અને બુલિયન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોના રોગચાળાને કારણે સોનાના ભાવ સતત બદલાઈ રહ્યા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન સોનાની કોઈ માંગ નહોતી. યુએસ અને અન્ય આંતરરાષ્ટ્રીય સટોડિયાઓ દ્વારા સોનાની ખરીદી અને વેચાણ દ્વારા કિંમતો નક્કી કરવામાં આવે છે, જેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.
ગિફ્ટ સિટીમાં શું છે ખાસ: 1990 બાદ થયેલા સુધારા અંતર્ગત નામાંકિત બેંકો અને એજન્સીઓ સહિત IFSCA દ્વારા સૂચિત કરાયેલા માપદંડો મુજબ લાયકાત ધરાવતા જ્વેલર્સને IIBX દ્વારા સોનાની સીધી આયાત કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. આમ, જ્વેલર્સની સીધી ભાગીદારીની પરવાનગી આ સુધારાનું મહત્વનું પાસું છે. ગિફ્ટ સીટી-IFSC ખાતે સોના માટે આશરે 125 ટન અને ચાંદી માટે 1,000 ટન સુધીની સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચો: Petrol Diesel Price in Gujarat : જાણો ક્યાં શહેરમાં કેટલો પેટ્રોલ - ડીઝલનો ભાવ
સ્ટોર પરમીશન: આ ઉપરાંત SEZમાં કોઈપણ એકમ કે જેને IIBX પર ટ્રેડિંગ માટે બુલિયન સ્પોટ ડિલિવરી કોન્ટ્રાક્ટ અને BDR ઇસ્યુ કરવા માટે બુલિયન સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેને IFSCમાં એક એકમ તરીકે માન્ય રાખવામાં આવશે. ભારતના તમામ ચાવીરૂપ બુલિયન કેન્દ્રો પરની સંગ્રહ સુવિધાઓ સમગ્ર દેશમાં જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો માટે બુલિયન પૂરું પાડવા માટે ગિફ્ટ-IFSC ખાતે IIBX ટ્રેડિંગ હબ તરીકે સેવા આપશે.