ETV Bharat / city

ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાયના દર્દીઓને મળશે બેડ - corona case

ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધનવંતરી કોવિડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે.

ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 108 સિવાયના દર્દીઓને મળશે બેડ

author img

By

Published : Apr 29, 2021, 12:08 PM IST

  • તમામ દર્દીઓને રિપોર્ટના આધારે પ્રવેશ અપાશે
  • હાઇકોર્ટના સૂચન બાદ લેવાયો મોટો નિર્ણય
  • ટોકન આધારે દર્દીઓને હોસ્પિટલમાં બેડ આપવામાં આવશે

અમદાવાદઃ હાઇકોર્ટે સરકારને કાઢેલી ઝાટકણી બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને હવે, ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન સેન્ટરમાં DRDO અને ગુજરાત સરકારના સહયોગથી ધનવંતરી કોવિડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ અનુસાર હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવશે.

ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 108 સિવાયના દર્દીઓને મળશે બેડ
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 108 સિવાયના દર્દીઓને મળશે બેડ

આ પણ વાંચોઃ કરજણમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા કોરોના ટેસ્ટિગની કામગીરી

ટોકનના આધારે દર્દીઓને પ્રવેશ આપવામાં આવશે

સૌ પહેલા દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે 8થી 9માં હોસ્પિટલની બહારથી લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવવાનું રહેશે. એડમિશન માટે ફરજિયાત ટોકન લઈને આવવાનું રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 950 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ થયા પૂર્વે દર્દીઓ રિક્ષા અને એમ્બ્યુલન્સમાં દોડી આવ્યા

હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશપાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે

હાઇકોર્ટે આપેલા સૂચન પ્રમાણે ગંભીર દર્દીઓને કે જેનું કોરોનાની અસરના કારણે ઓક્સિજન લેવલ 92 ટકાથી ઓછું થઇ ગયું છે. તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશપાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધનવંતરી કોવિડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.