- ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સવારના સમયે અનેક દર્દીઓ દાખલ થવા આવ્યા
- હોસ્પિટલ શરૂ થવા અંગે સરકાર દ્વારા નથી કરાઈ કોઈ સ્પષ્ટતા
- ધનવંતરી હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇન
- દર્દીના પરિવારજનોમાં ફેલાયો રોષ
અમદાવાદ: શહેરના GMDC ગ્રાઉન્ડમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ગુજરાત સરકાર અને DRDOના સહયોગની ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ થતા પૂર્વે શનિવારે સવારના સમયે કોવિડના અનેક દર્દીઓ દાખલ થવા માટે દોડી આવ્યા હતા. જોકે ગેટ પર પહોંચ્યા બાદ દર્દીઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.
આ પણ વાંચો: હોસ્પિટલનું પાર્કિગ હાઉસફૂલ થતાં ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઇ
દર્દીનું નામ નોંધાવવા માટે લોકો એકઠા થયા હતા
શનિવારના રોજ સવારે મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો દ્વારા કોવિડ હોસ્પિટલમાં દર્દીનું નામ નોંધાવવા માટે એકઠા થયા હતા, પરંતુ લોકોને સુરક્ષા વ્યવસ્થામાં રહેલા પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા બહાર ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા પરત મોકલાયા હતા.
આ પણ વાંચો: રાજકોટના કોવિડ સેન્ટરોમાં બેડ ફુલ, દર્દીઓ મારી રહ્યા છે વલખા
દર્દીના પરિવાર અને એમ્બ્યુલન્સની લાગી લાઇન
આ નવી હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર મેળવવા મોટી સંખ્યામાં દર્દીના પરિવારજનો દ્વારા લાંબી લાઇન લાગી હતી. કેટલાક દર્દીઓ રિક્ષામાં તો કેટલાક એમ્બ્યુલન્સમાં કેટલાક દર્દીઓ સારવાર માટે આવ્યા હોવાનું નજરે પડ્યું હતું. પરંતુ હોસ્પિટલ હજુ શરૂ ન થતા જાણે રઝળવાનો વારો આવ્યો હતો. કેટલાક દર્દીઓ તો ઓક્સિજન પર હતા અને સારવાર માટે લઇ આવ્યા હતા. સરકાર દ્વારા આ નવી હોસ્પિટલ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.