ETV Bharat / city

GMDCમાં બનાવવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યું - Union Home Minister Amit Shah visits Ahmedabad

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મૂલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાને ગાંધીનગર હેલીપેડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત પણ કરી હતી. વધુમાં કહ્યું કે, કોવીડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. 50થી વધુ તબીબો ટેલિફોનિક માર્ગદર્શન આપશે. આ ઉપરાંત રાજ્યમાં મેડિકલ કન્સલન્ટન્સી શરુ કરાશે.

GMDCમાં બનાવવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યું

author img

By

Published : Apr 25, 2021, 5:43 PM IST

  • ગરીબ અને મધ્યમવર્ગ માટે રાજ્યભરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરાશે
  • કોવિડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે
  • 50થી વધુ તબીબો ટેલિફોનિક માર્ગદર્શન આપશે

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાને મુલાકાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકીમ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહપ્રધાને મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોવિડનો બીજો વેવ ચાલી રહ્યો છે. આ સમયે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

ધનવંતરી કોવિડ હોસ્પિટલની થશે શરૂઆત

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ધન્વંતરી કોવીડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે. DRDO અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમને નિર્માણ પામેલી આ હોસ્પિટલ 950 બેડની હશે, જેમાં 250 ICU બેડ હશે. જેમાં તમામ પ્રકારના ટેસ્ટની સુવિધા પણ ઉપ્લબ્ધ હશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ DRDO દ્વારા નવનિર્મિત 900 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરશે

ટાટા ગ્રુપના સહયોગથી ગાંધીનગર હેલીપેડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી

અમિત શાહે વધુંમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટૂંક સમયમાં ટાટા ટ્રસ્ટના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ શરુ કરાશે. જેમાં 600 ICU બેડ ઉપ્લબ્ધ હશે. ગુજરાતમાં સ્વંયસેવી સંગઠનોની સહાયથી ઠેર-ઠેર આઈસોલેશન સેન્ટર શરુ કરાશે. જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત મળે. શહેરમાં કર્ણાવતી ક્લબ, એડીસી બેંક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ઉમિયા પરિવાર ટ્ર્સ્ટ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટર માટે તૈયારી બતાવી છે. આ આઈસોલેશન સેન્ટરમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા, દવાઓ અને આહાર વગેરેની વ્યવસ્થાં રાજ્ય સરકાર કરશે.

GMDCમાં બનાવવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યું

ટુંક સમયમાં હેલ્પલાઇન નંબર કરાશે શરૂ

ગુજરાતની જનતાને ફ્રી મેડિકલ માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. જેમાં 50થી વધુ સિનિયર તબીબો ટેલિફોનીક માહિતી આપશે. જેની બે દિવસમાં શરુઆત થશે. જેમાં પ્રાથમિક લક્ષણો ધરાવતા કોવિડના દર્દીઓ સંપૂર્ણ માર્ગદર્શન તબીબો પાસેથી મેળવી શકશે. આગામી બે દિવસમાં રાજ્યમાં મેડિકલ કન્સલન્ટસી શરુ કરાશે. જેનો લાભ લોકોને મળશે.

અમિત શાહે તબીબોને કરી અપીલ

અમિત શાહે રસીકરણને વેગ આપવા પર ભાર મુકવાનું કહેતા કહ્યું કે, રસીકરણને વેગ આપવા માટે નક્કર આયોજન હાથ ધરાશે. રસીકરણ ઝુંબેશના રસીનો બગાડ થતો અટકાવવા ઓડિટ હાથ ધરાશે. રેમડેસિવીર ઈન્જેક્શન અને ઓક્સિજનનો વ્યય અટકાવવા માટે વ્યૂહરચના ઘડાશે. અમિત શાહે તબીબોને અપીલ કરતાં કહ્યું કે, રેમડેસિવર ઈન્જેકશનની જરુર હોય તો જ ઉપયોગ કરવામાં આવે. તેમણે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ગાઈડલાઈનનું અનુસરણ કરવા માટેની તાકીદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.