ETV Bharat / city

ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો - DHANDHUKA LOCAL NEWS

ધંધુકા પોલીસ હદ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોવીસ વર્ષીય યુવતી પર ગામના જ યુવકે દુષ્કર્મ ગુજારવા બાબતે ધંધુકા પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા ફરિયાદ નોંધાવાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો

author img

By

Published : Jun 14, 2021, 1:02 PM IST

  • જયંતીભાઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મની ઘટના
  • યુવતીની એકલતાનો લાભ ઉઠાવી યુવકે આચર્યું દુષ્કર્મ
  • ભોગ બનનારી યુવતીએ ધંધુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ: ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર ગામના જ યુવક દ્વારા દુષ્કર્મ આચર્યું હોવા અંગે ધંધુકા પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા ફરિયાદ નોંધાવાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

દુષ્કર્મ આચરી આરોપી ફરાર

ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધંધુકા પોલીસની હદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાના ઘરે એકલી હતી તેવા સમયે એક યુવક તેના ઘરે આવી ચડ્યો હતો. યુવતીની એકલતાનો લાભ ઉઠાવી યુવતીને તેના ઘર પાસેના વાડામાં લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. સમગ્ર ઘટના સંદર્ભે યુવતીએ તેના પરિવારને જાણ કરતા અંતે યુવતી સહિત પરિવારજનો ધંધુકા પોલીસ સ્ટેશનનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ધંધૂકા પોલીસે યુવતીના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મ આચરનારા સંજય ઉર્ફે નીરુભાઈ લાલજીભાઈ મકવાણા સામે IPC કલમ 376 મુજબ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: વિસનગરમાં લગ્ન બાદ પ્રેમિકાએ સબંધ ન રાખતા યુવકે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

પોલીસને દુષ્કર્મ આચરનારા નરાધમને દબોચી લેવામાં સફળતા મળી

ધંધુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનારા સંજય ઉર્ફે નિરુભાઈ લાલજીભાઇ મકવાણાને ઝડપી પાડવા ધંધુકા PI સી. બી. ચૌહાણે એક ટીમ બનાવી આરોપીની ગતિવિધિઓ પર અને આરોપી રાણપુર સર્કલથી પસાર થવાનો છે તેવી માહિતીના આધારે સઘન વોચ ગોઠવેલી હતી. તેવા સમયે આરોપી ત્યાંથી પસાર થવા જતો હતો ત્યારે વોચમાં ગોઠવાયેલા પોલીસને દુષ્કર્મ આચરનારા નરાધમને દબોચી લેવામાં સફળતા મળી હતી. આ ઘટના સંદર્ભે વધુ તપાસ ધંધુકા PI સી. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો

આ પણ વાંચો: મધ્યપ્રદેશ: નરસિંહપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીની અમદાવાદથી કરાઇ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.