અમદાવાદઃ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ભાઈ ગોહિલની આગેવાની હેઠળ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારે ચોમાસુ સત્રમાં કૃષિ બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર કરેલા બિલને ખેડૂત વિરોધી ગણાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
ઉપરોક્ત વિષય અનુસંધાને કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ દ્વારા ચોમાસુ સત્રમાં જે રીતે કૃષિ અંગેના ત્રણ બિલ રજૂ કરી પસાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાષ્ટ્ર પ્રમુખ દ્વારા મંજૂરીની મહોર મારતા કાયદો બની ગયો છે, જે કોંગ્રેસના મતે કૃષિ બિલ ખેડૂતોના હિતોને નુકસાનકારક છે. ખેડૂતોને પાયમાલ કરનારા આ ત્રણેય બિલ શાસક પક્ષે વિરોધી પક્ષોના હોબાળાને વચ્ચે બહુમતીના જોરે પસાર કરી દેવામાં આવ્યા છે. જેનો ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વિરોધ દર્શાવાઇ રહ્યો છે.
રાજ્યના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આહવાન પ્રમાણે કેન્દ્ર સરકારે જે ત્રણ કૃષિ બિલ પસાર કર્યા છે, તે ખેડૂત વિરોધી છે, અને ખેડૂતોને પાયમાલી તરફ લઈ જશે. આથી ગુજરાતમાં આગામી પેટા ચૂંટણી પૂર્વે ખેડૂતોમાં જાગૃતતા લાવવા રાજ્યના ગામડે-ગામડે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો આપી રહી છે, તેમજ ખેડૂતોને સત્યતાથી વાકેફ કરવાનો ઉદ્દેશ કર્યો છે. જ્યારે ગુજરાતમાં કોરોના મહામારીના સમયે શાળાઓ ચાલુ કરવામાં આવી નથી, છતાં ખાનગી સ્કૂલોના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર શિક્ષણ ફી જમા કરાવવા સતત દબાણ થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના મતે જ્યાં સુધી શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ ફી ઉઘરાવી ના શકે. વિદ્યાર્થીઓ શાળાએ આવે પછી જ ફી ઉઘરાવી જોઈએ. આ મુદ્દે રાજ્ય સરકારે પ્રથમ સત્રની ફી માફ કરવી જોઈએ, તેમજ ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકોને પગાર આપવો જોઈએ, તેવી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી રહી છે.