ETV Bharat / city

લઠ્ઠાકાંડ મામલે DGPએ કર્યા ચોંકાવનારા ખૂલાસા, દારૂમાં 99 ટકા તો માત્ર મિથેનોલ કેમિકલ જ હતું - Latthakand Case Patients in Ahmedabad Civil Hospital

બોટાદ લઠ્ઠાકાંડ મામલે (Botad Lathakand Case) રાજ્યના DGP આશિષ ભાટિયાએ મહત્વના ખૂલાસા (DGP Ashish Bhatia on Latthakand) કર્યા હતા. આ સાથે જ તેમણે પોલીસ કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી હતી.

લઠ્ઠાકાંડ મામલે DGPએ કર્યા ચોંકાવનારા ખૂલાસા, દારૂમાં 99 ટકા તો માત્ર મિથેનોલ કેમિકલ જ હતું

author img

By

Published : Jul 26, 2022, 1:26 PM IST

Updated : Jul 26, 2022, 3:40 PM IST

અમદાવાદઃ બોટાદ લઠ્ઠાકાંડ (Botad Lathakand Case) મામલે DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી મહત્વની માહિતી (DGP Ashish Bhatiya on Latthakand) આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે કેમિકલ પદાર્થ અંગેની માહિતી પોલીસને મળી હતી. જિલ્લાના કેટલાક ગામડાઓમાં કેમિકલ પદાર્થ પીધો છે. તેની કેટલાક લોકોને અસર થઈ છે. એટલે બોટાદ SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બનાવની ગંભીરતા જોઈ અમદાવાદ અને ભાવનગર રેન્જના IGને ત્યાં મોકલવામાં આવ્યા હતા.

460 લિટર મિથેનોલ આલ્કોહોલ કબજે કરાયું - DGP આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia on Latthakand) જણાવ્યું હતું કે, મોટા ભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી 460 લિટર મિથેનોલ આલ્કોહોલ કેમિકલ (Methanol chemical mix in alcohol) કબજે કર્યું છે. તેમાંથી સેમ્પલ લઈને FSLમાં મોકલવામાં આવ્યા છે. FSLની મદદથી તેમની ટીમ ઘટનાસ્થળે ઉપસ્થિત હતી. દર્દીઓના બ્લડ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. બંને વસ્તુનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. તેમાં મિથેનોલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કેમિકલ પદાર્થમાં 99 ટકા મિથેનોલ આલ્કોહોલ છે તે સ્પષ્ટ થયું છે.

24 કલાકમાં ગુનો ડિટેક્ટ કરાયોઃ DGP

24 કલાકમાં ગુનો ડિટેક્ટ કરાયો - DGPએ જણાવ્યું હતું કે, આ ઝેરી દારૂકાંડની (Botad Lathakand Case) તપાસ માટે રાજ્ય સરકારે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના પણ કરી છે. આ કમિટી યુદ્ધના ધોરણે તપાસ કરીને રિપોર્ટ સોંપશે. આ કમિટીમાં અધિકારી સુભાષ ત્રિવેદી, એમ. એ. ગાંધી, એસ. પી. સંઘવી સામેલ છે. તો 24 કલાકમાં ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યું હોવાની પણ તેમણે માહિતી આપી હતી.

આ પણ વાંચો- સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ

મોટાભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરાયા - તેમણે જણાવ્યું હતું કે, પોલીસે મોટા ભાગના આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. અમદાવાદ અમોસ કંપનીમાં (AMOS Company) આ કેમિકલ બનાવવામાં આવતું હતું. જ્યારે જયેશે સંજયને મિથેનોલ કેમિકલ સપ્લાય કર્યું હતું. લઠ્ઠાકાંડના કારણે બોટાદના 22, અમદાવાદ ગ્રામ્યના 6 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા લોકો દેવગના, રામપુરા, જવારકા ગામના હતા. જ્યારે 13 જેટલા લોકોના FIRમાં નામ છે. લઠ્ઠા બનાવતી વખતે કેમિકલમાં પાણી મિક્સ (Methanol chemical mix in alcohol) કરવામાં આવ્યું હતું. તેમાં 98 ટકા તો માત્ર મિથેનોલ કેમિકલ જ હતું. પહેલા જે અરજી આવી હતી ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ DGPએ ઉંમેર્યું હતું.

અમદાવાદ અમોસ કંપનીમાં (AMOS Company) આ કેમિકલ બનતું

પોલીસે 14 લોકોની કરી ધરપકડ - પોલીસે આ લઠ્ઠાકાંડ મામલે અલગ અલગ કેસ નોંધીને કુલ 14 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ફક્ત 40,000 રૂપિયામાં મિથેનોલ કેમિકલની ચોરી કરીને જ્યેશે બૂટલેગરોને કેમિકલ સપ્લાય કર્યો હતો, જેમાં અમદાવાદ ગ્રામ્ય બરવાળા, બોટાદ જેવા ગ્રામ્ય વિસ્તારોના બૂટલેગરોએ પાણીમાં કેમિકલ મિક્સ કરીને દેશી દારૂ કહી માલની વહેંચણી કરી અને થયો ગુજરાતમાં લઠ્ઠાકાંડ.

ઈન્ડસ્ટ્રીઝ કેમિકલને દેશી દારૂમાં ખપાવવામાં આવ્યું - DGPએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જે 600 લિટર કેમિકલની ખાનગી કંપનીમાંથી ગોડાઉનના ઈન્ચાર્જે ચોરી કરી હતી. તે કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ યૂઝ માટે વપરાશ થાય છે. જ્યારે આ કેમિકલનો ઉપયોગ ઘરની દિવાલોમાં લગાવવામાં આવતા કલરમાં, ફર્નિચર અને ફાર્મા કંપનીઓ મટિરિયલ બનાવવામાં ઉપયોગ કરે છે. આ જ કેમિકલનો ઉપયોગ દેશી દારૂમાં કરવામાં આવ્યો હતો અને જ્યારે બૂટલેગરોએ પાણીમાં કેમિકલને મિક્સ કરીને લોકોને દેશી દારૂ હોવાનું ખપાવવામાં આવ્યું હતું અને લોકોને વેચાણ પણ કર્યું હતું. અત્યાર સુધીમાં જેટલા મૃત્યુ થયા છે. તે તમામ લોકોના પોસ્ટમોર્ટમ કરીને રિપોર્ટ પણ સામે આવ્યો છે. જ્યારે FSLના રિપોર્ટમાં પણ આ 99 ટકા મિથેનોલ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો- Botad Latthakand Case: મૃતકોની એકસાથે નીકળી અંતિમયાત્રા, ગામ હિબકે ચડ્યું

અસલાલીના આરોપીએ કેમિકલ સપ્લાય કર્યું - DGP આશિષ ભાટીયાએ (DGP Ashish Bhatia on Latthakand) વધુમાં જણાવ્યું હતું કે, જયેશ નામના શખ્સે 2.5 લિટર કરીને બોટલમાં કેમિકલ સપ્લાય કર્યું હતું. જયેશ ઉર્ફે રાજૂ અસલાલી વિસ્તારમાં એક ગોડાઉનમાં કામ કરે છે. 600માંથી 200 લિટર પિન્ટુ, 200 લિટર અજિત નામના વ્યક્તિને કેમિકલ આપ્યું હતું. A કેમિકલનું ઈન્ડસ્ટ્રી યૂઝ થાય છે પણ આ લોકોએ દારૂ માટે સપ્લાય કર્યું હતું.

આ ટીમ લાગી તપાસમાં - DGPએ (DGP Ashish Bhatia on Latthakand) જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડમાં કુલ 4 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 13 આરોપીઓની પૂછપરછ ચાલુ છે. તો ભાવનગર રેન્જ IG, બોટાદ SP, અમદાવાદ રેન્જ IG, અમદાવાદ ગ્રામ્ય SP, ATS ટીમ તપાસ કરી રહી છે.

લઠ્ઠાકાંડના આરોપીઓ
લઠ્ઠાકાંડના આરોપીઓ

કેમિકલની અંદર પાણી ભેળવાયું હતું - DGPએ ઉમેર્યું હતું કે, કેમિકલની અંદર પાણી ભેળવીને આપવામાં આવ્યું છે. આરોપી જયેશ પોતે ગોડાઉનનો ઈન્ચાર્જ છે અને 600 લિટર કેમિકલ ચોરી કરીને સપ્લાય કર્યું હતું. આ સમગ્ર સોદો 40,000 રૂપિયામાં થયો હોવાનું પણ સામે આવ્યું હતું.

પોલીસની બેદરકારી આવી સામે - અમદાવાદમાં વર્ષ 2009માં લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારબાદ 13 વર્ષ પછી બોટાદમાં સૌથી મોટો લઠ્ઠાકાંડ (Botad Lathakand Case) સામે આવ્યો છે. જોકે, આ મામલે રોજિદ ગામના સરપંચે પોલીસને ત્રણ મહિના પહેલા જ રજૂઆત કરી હતી. તેમ છતાં પોલીસે બેદરકારી દાખવતા આ લઠ્ઠાકાંડ સામે આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હપ્તાખાઉ ASIની ટ્રાન્સફર - બોટાદમાં બરવાળા પોલીસ સ્ટેશનનાં ASI (Transfer of ASI of Barwala Police Station) યાસ્મીનબાનુ હપ્તા લેતાં હોવાનું સામે આવતા તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે. દારૂના ખૂલ્લેઆમ વેચાણમાં હપ્તા લેતા હોવાના મામલે ASIનો ઓડિયો વાઈરલ થતાં તેમને તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર મૂકવામાં આવ્યાં છે.

દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લવાયા - તો અત્યારે બોટાદ લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત 12 દર્દીઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Latthakand Case Patients in Ahmedabad Civil Hospital) લાવવામાં આવ્યા છે. ત્યારે આ તમામ દર્દીઓ અમદાવાદના જ હોવાનો ખૂલાસો થયો છે. તો આ તરફ હવે દર્દીઓને જરૂરી સારવાર આપવા અને અન્ય મેડિકલ જરૂરિયાત પણ તાત્કાલિક આપવા સૂચના આપવામાં આવી છે. આ અંગે અમદાાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડો. રાકેશ એસ. જોષીએ માહિતી આપી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખૂલાસો - બોટાદ લઠ્ઠાકાંડ મામલે (Botad Lathakand Case) નવો ઘટસ્ફોટ થયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલ હોવાનું કન્ટેન્ટ હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં DGP આશિષ ભાટિયા, ADGP નરસિમ્હા કોમાર, નિરજા ગોટરૂ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુતકોની યાદી : રોજિદ ગામમાં દેશી દારૂ પીવાને કારણે 1. વશરામભાઈ પરમાર (રોજીદ ગામ), 2. ઘનશ્યામભાઈ પરમાર (રોજીદ ગામ), 3. બળદેવભાઈ મકવાણા (અણીયાળી ગામ), 4. હેમંતભાઈ વડદરિયા (અણીયાળી ગામ),5. રમેશભાઈ વડદરિયા (અણીયાળી ગામ), 6. કિશનભાઈ ચાવડા (આકરુ ગામ), 7. ભાવેશભાઈ ચાવડા (આકરુ ગામ), 8. પ્રવિણભાઈ કુંવારિયા (આકરુ ગામ), 9. અરવિંદભાઈ સીતાપરા (ચંદરવા ગામ), 10. ઇર્શાદભાઈ કુરેશી (ચંદરવા ગામ), 11. જયંતીભાઈ ચેખલિયા (ઉંચડી), 12. ગગનભાઈ ચેખલિયા (ઉંચડી), 13. ભૂપતજી વિરગામા (રોજીદ ગામ), 14. ધુડાભાઈ પગી (રોજીદ ગામ), 15. શાંતિભાઈ પરમાર (રોજીદ ગામ) 15 લોકોના મુત્યુ થયા છે.

સરપંચની અરજી મુદ્દે કરાઈ હતી કાર્યવાહી - બરવાળાના રોજિદ ગામના સરપંચે માર્ચ મહિનામાં પોલીસને લખેલા પત્રમાં અનેક રજૂઆત કરી હતી. તે અંગે DGPએ જણાવ્યું હતું કે, સરપંચે આપેલી અરજી પર પોલીસે સ્થાનિક કક્ષાએ કાર્યવાહી કરી હતી. તે અરજીને ધ્યાનમાં લઈને જ 6 કેસ દાખલ કરાયા છે. જ્યારે 26 એપ્રિલે પોલીસે કોમ્બિંગ પણ કર્યું હતું તેમજ દરોડા પણ પાડ્યા હતા. પરંતુ તમામ રેડ નીલ રહી હતી.

Last Updated : Jul 26, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.