ETV Bharat / city

100 વર્ષની ઉંમરમાં કોરોનાને હરાવી ચૂકેલા દેવીબા ચોપરાની પ્રેરણારૂપ વાત - અમદાવાદ ન્યૂઝ

કોરોનાને એક વર્ષ વીત્યું છે, ત્યારે આ એક વર્ષમાં લોકોએ અનેક ઉતાર-ચડાવ જોયા છે. જેમાં પ્રેરણારૂપ સ્ટોરી પણ સામે આવી છે. 100 વર્ષની ઉંમરમાં કોરોનાને હરાવી ચૂકેલા દેવીબાની વાત પણ તેમાંની એક છે. અમદાવાદમાં 100 વર્ષની ઉંમર હોય અને કોરોના થયો હોય તેઓ પહેલાં પેસન્ટ હતા. હિંમત અને સાજા થવાના વિશ્વાસ સાથે તેઓ ઘરમાં જ રહ્યા અને હોમ ક્વોરન્ટાઈન થઈ સાજા થયા.

11 નવેમ્બરે થયો હતો કોરોના, 15 દિવસમાં જ સાજા થયા

author img

By

Published : Mar 21, 2021, 7:42 PM IST

  • અમદાવાદમાં 100 વર્ષની ઉંમરમાં કોરોના થનારા પહેલા પેસન્ટ હતા
  • ઘરમાં જ રહ્યા અને હોમ ક્વોરન્ટાઈન થઈ સાજા થયા
  • 11 નવેમ્બરે થયો હતો કોરોના, 15 દિવસમાં જ સાજા થયા

અમદાવાદ: 100 વર્ષની ઉંમર હોવી એ જ પ્રેરણારૂપ વાત છે અને આ ઉંમરે જો કોરોના થાય અને 15 દિવસમાં તેને માત આપી અને ફરી બેઠા થાઓ તો ખરેખર આનાથી કોરોના સામે લડવાની પ્રેરણારૂપી અક્સીર દવા બીજી કોઈના હોઈ શકે. આ વાત અમદાવાદ શાહિબાગ વિસ્તારમાં રહેતા દેવીબા ચોપરાની છે. જેમની 100 વર્ષની જ ઉંમર છે અને આ ઉંમરમાં તેઓ પણ 4 મહિના પહેલા કોરોના પોઝિટિવ હતા. તેઓ હોમ ક્વોરન્ટાઈન રહીને સાજા થયા હતા. જે બાદ તેમના કિસ્સાઓ સાંભળી હોસ્પિટલમાં રહેલા કોરોનાગ્રસ્ત અનેક સિનિયર સિટીઝનને પ્રેરણા મળી હતી.

આ પણ વાંચો: કોરોના સામેની લડતમાં યોગ અને આયુર્વેદ ફાયદાકારક નીવડી રહ્યા છે, જુઓ વિશેષ અહેવાલ...

હૉસ્પિટલમાં જવાની ડૉક્ટરની સલાહ ન માની

તેમને 11 નવેમ્બર 2020ના રોજ તાવ આવ્યો. પરીવારજનોએ રિપોર્ટ કરાવ્યો તો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઘરના સભ્યોને ચિંતા થતી હતી. ડૉક્ટર્સે હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી. તેમને આ વાત ન માની અને ઘરમાં જ ક્વોરન્ટાઈન થયા. બે નર્સની 24 કલાકની દેખરેખમાં રહ્યા. પરીવારજનોને રોજ કહેતા,કશું નથી થયું. હું જલદી સાજી થઈ જઈશ. કોરોનામાં તેઓ ફ્રૂટ્સ, જ્યુસ, શીરો વગેરે ઘરનો ખોરાક જ લેતા હતા.

આ પણ વાંચો: કોરોનાને નાથવા કોરોના વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવાઇ

5 દિવસમાં તાવ મટ્યો, પંદરમાં દિવસે કોરોના નેગેટિવ થયા

તેઓ ઘરમાં જ રહેતા 5 દિવસ કોરોનામાં આરામ કર્યો, પૂરતી દવા લીધી આ સમયે પણ પૂજા પાઠ કરતા, ધર્મના પુસ્તકો જોતા હતા. 5 દિવસમાં કોરોનાના કારણે આવેલો તાવ ઉતરી ગયો. એક અઠવાડીયા પછી રિપોર્ટ કરાવ્યો તો તેઓ કોરોના પોઝિટિવ જ હતા અને પંદરમાં દિવસે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેમના મોટા દિકરા જવાહરભાઈની ઉંમર 70 વર્ષ છે. જવાહરભાઈના દિકરા દિપકભાઈને પણ દિકરાઓ છે. ચોથી પેઢી સાથે તેઓ સુખેથી જીવન વિતાવી રહ્યા છે. આ ઉંમરે પણ આંખે નંબર નથી.

ઘરનો ખોરાક, 100 વર્ષે પણ પોતાનું કામ જાતે કરવું તેમની ફિટનેસનો રાઝ

વર્ષો પછી પણ તેઓ આજે અડીખમ છે. તેમની ફિટનેસનો રાઝ એ છે કે, તેઓ ઘરનો ખોરાક જ ખાય છે. સવારે દૂધ અને દલિયા, બપોરે શાક, રોટલી, દાળ અને ભાત તેમજ સાંજે કઢી અને ખીચડી રેગ્યુલર લે છે. આ ઉપરાંત ઘરમાં તમામ સગવડો અને લોકો હોવા છતાં તેમના રૂમની સફાઈ તેઓ આજે પણ જાતે જ કરે છે. પોતાનું કામ પોતે કરવું પસંદ છે અને આજ બાબત તેમને ફિટ રાખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.