- AAPના વિવાદ સામે નીતિન પટેલનું નિવેદન
- મીડિયાના માધ્યમથી સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યો
- AAP દ્વારા બ્રહ્મ સમાજની લાગણી દુભાઇ તેવુ નિવેદન અપાયું હતું
અમદાવાદ : થોડા સમય અગાઉ AAPના કાર્યકર્તાઓ દ્વારા બ્રહ્મ સમાજને અપમાનજનક લાગે તેવું કોઈ નિવેદન આપવામાં આવ્યું હતું. જ્યારબાદ સોમનાથ મંદિરના દર્શન સમયે સોમનાથના બ્રહ્મસમાજના લોકો દ્વારા AAPના કાર્યકર્તાઓને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને AAPના એક નેતા દ્વારા માફી પણ માંગવામાં આવી છે પરંતુ ફરિવાર આ પ્રકારે જ વર્તન કરતા હતા તેમની સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
જાણો શું કહ્યું નાયબ મુખ્યપ્રધાને ?
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે કહ્યું હતું કે, અગાઉ તેમના સમયમાં પણ વિરોધીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. કાળા ફાવટાઓ પણ ફરકાવ્યા હતા. જોકે, હવે તેમનો વિરોધ થતાં તેમણે નક્કી કરવાનું છે કે, આ બધાનો સામનો તેઓ કેવી રીતે કરશે. જોકે નીતિન પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ ગેરવર્તણૂક કરનારાઓનો પક્ષ લેતા નથી.
શું છે સમગ્ર વિવાદ?
સત્યનારાયણ ભગવાન અને ભાગવત કથા ઉપર સવાલ ઊભો કરનારા ગોપાલ ઇટાલીયા સોમનાથ મંદિરના દર્શને ગયા હતા. ત્યારે મંદિરના પ્રવેશદ્વારે કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ પાછળ બ્રહ્મ સમાજના લોકોની લાગણી દુભાઇ હોવાનું સામે આવ્યું છે. જોકે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા આ મુદ્દે માફી પણ માંગી ચૂક્યા છે, પરંતુ હજી આ વિવાદ શાંત પડતો નજરે આવતો નથી.