- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નાયબ મુખ્યપ્રધાને 21 ઓપરેશન થિયેટર અને CSSD વિભાગનું કર્યું લોકાર્પણ
- આરોગ્ય સચિવ જયંતી રવિ અને સિનિયર ડૉક્ટર રહ્યા ઉપસ્થિત
- શા માટે નવા OT શરુ કરવામાં આવશે?
અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધુ માત્રામાં સારવાર મેળવતા હોવાથી દર્દીઓને કેટલા ઓપરેશન માટે રાહ જોવી પડતી હતી. તે રાહ ન જોવી પડે અને ઝડપથી સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે સિવિલ હોસ્પિટલમાં નવા 11 મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત CSSD વિભાગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સૌ પ્રથમ સ્કિન બેંક સિવિલમાં
સિવિલ હોસ્પિટલમાં 1.5 કરોડના ખર્ચે રોટરી ક્લબના સહયોગથી સ્કિન બેંક શરૂ કરવામાં આવી છે. જેથી બર્ન વિભાગમાં આવેલા દાઝેલા દર્દીઓને ચામડી ગયા બાદ આપી શકાશે. હાલ સ્કિન માટે અન્ય રાજ્યોમાંથી સ્કિન લાવવામાં આવે છે, પરંતુ હવે સિવિલમાં વ્યવસ્થા થતા લોકોને વિના મૂલ્યે સ્કિન આપવામાં આવશે.
વેક્સિન અંગે નીતિન પટેલે શું કહ્યું?
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વેક્સિન અંગે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વેક્સિનનો ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે. લોકોને વિના મુલ્યે વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં વેક્સિનની અછત આવવા દેશે નહીં. વેક્સિનને લઈને તૈયારીઓ પૂર્ણ થઇ છે. વેક્સિન આપવા માટે યાદી તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વેક્સિનનો પૂરતો જથ્થો આપવામાં આવશે. તબ્બકાવાર વેક્સિન આપવામાં આવશે જેમાં મેડિકલ અને પેરા મેડિકલના કર્મીઓને, સિનિયર સિટિઝન અને ત્યારબાદ અન્ય લોકોને વેક્સિન આપવામાં આવશે. 10 કરોડ વેક્સિનના ડોઝ તૈયાર છે, એટલે વેક્સિન માટે ખુબ સારી શરૂઆત થઇ છે.
નવા કોરોના સ્ટ્રેઈન અંગે જયંતી રવિએ શું કહ્યું?
રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, UKથી ફ્લાઈટ આવી હતી. જેમાંથી 4 દર્દીઓ પોઝિટિવ મળ્યા હતા. પુણેની NIV લેબમાં તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. હજૂ 15 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. SVP હોસ્પિટલ 4 દર્દીઓ દાખલ છે. સરકારની SOP પ્રમાણે તેમની સારવાર ચાલુ છે. કોરોના વાઇરસ અન્યને જલ્દી ચેપ લગાડી શકે છે. UKની ફ્લાઈટમાં આવેલા તમા પેસેન્જર હજૂ ઓબ્ઝરવેશન હેઠળ છે. સરકાર તરફથી તમામ લોકોને વિના મુલ્યે કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય રોગ માટે પણ સારી સારવાર થાય તે માટે સરકાર તરફથી કાર્યો થઇ રહ્યા છે.