- AMC દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવાયા
- 3 અલગ-અલગ ઝોનમાં દબાણ હટાવાયા
- પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના કુલ 5 વોર્ડમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના કુલ 5 વોર્ડમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
નવરંગપુરા વોર્ડમાં અને સાબરમતી વોર્ડમાં દબાણ હટાવાયું
પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં આવેલા જાગૃતિ હાઉસમાં મંજૂર કરેલા પાર્કિંગની જગ્યામાં કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ તેમજ સીજી રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાબરમતી વોર્ડમાં મોટેરા વિસ્તારમાં પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે.
શહેરમાં આગામી દિવસોમાં ટીપી રોડ અને ફૂટપાથ પરના દબાણો હટાવાશે
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં અંબાર ટાવર સામેના પ્લોટમાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. ઉત્તર ઝોનમાં સરદારનગર વોર્ડમાં ગેરકાયદે કરવામાં આવેલું કોમર્શિયલ બાંધકામ અને સૈજપુર બોઘા વોર્ડમાં છારાનગરમાં કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં શહેરના ટીપી રોડ અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.