- ભારતીય મીઠા ઉત્પાદક સંઘનો મુખ્યપ્રધાનને પત્ર
- 'તૌકતે' વાવાઝોડાથી થયેલ નુક્સાન બદલ રાહત આપવા પત્ર
- મીઠુ પક્વવુ એ 100 ટકા હવમાન આધારિત ઉધોગ
અમદાવાદઃ 17મે એ ગુજરાતમાં આવેલા 'તૌકતે' વાવાઝોડા' (tauktae cyclone)થી કરોડોનું નુક્સાન થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુજરાત રાજ્યની મુલાકાત બાદ એક હજાર કરોડના રાહત પેકેજની ઘોષણા કરી છે. સૌથી વધુ નુક્સાન દરિયાકાંઠાના જિલ્લાઓમાં થયું છે.
વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ રાહત આપવા માગ કરાઈ
ભારતીય મીઠા ઉત્પાદક સંઘ અમદાવાદ દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani)ને પત્ર લખીને મીઠુ પકવતા અગરિયાઓ અને ઉદ્યોગો માટે વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ રાહત આપવા માગ કરાઈ છે.
આ પણ વાંચોઃ સાવરકુંડલામાં ખેતીવાડીમાં નુકસાનીનો યોગ્ય સર્વે કરવા ખેડૂતોની માગ
મીઠાનુ ઉત્પાદન 100 ટકા હવામાન આધારિત ઉધોગ
મીઠાનું ઉત્પાદન એ હવમાન આધારિત ઉદ્યોગ છે. વરસાદ, તડકો, આબોહવા, ભેજ વગેરે મીઠાના ઉત્પાદનને અસર કરતા પરિબળો છે. મીઠા ઉદ્યોગને આ ઉપરાંત વાવાઝોડુ, તોફાન, હાઇટાઇડ વગેરે પણ પ્રભાવિત કરે છે.
ગુજરાત દેશનું 75 ટકા મીઠુ પકવે છે
ઇન્ડિયન સોલ્ટ મૅન્યુફેક્ચર એસોસિએશને જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત 75 ટકા મીઠાનું ઉત્પાદન કરે છે. મીઠાના એકમો સરકારી ભાડાપટ્ટાની જમીન પર જોવા મળે છે. મીઠાના ઉત્પાદનની પ્રક્રિયા વર્ષમાં 10 મહિના ચાલે છે. આ એક અસંગઠિત ક્ષેત્ર છે. કુદરતી આપત્તિથી તૈયાર માલ તેમજ વર્ક-ઇન-પ્રોગ્રેસને પણ નુક્સાન થાય છે. નાના અગરિયાઓને 100 ટકા નુક્સાન થાય છે. જેનો ખર્ચ તેમને આવનારા 1-2 વર્ષ ભોગવવો પડે છે. તેમની મહેનત પણ એળે જાય છે.
ભારતીય મીઠા ઉત્પાદક સંઘની સરકાર સમક્ષ માગ
- મીઠાનું ઉત્પાદન સરકારી ભાડાપટ્ટાની જમીન પર ચાલતુ હોવાથી સરકાર 2 વર્ષ માટે જમીન મહેસૂલ અને રોયલ્ટી માફ કરે.
- મીઠું પકવવા વીજળી ઉત્પન્ન કરવા ડીઝલનો ઉપયોગ થાય છે, તેની પર 40 ટકા રાહત આપવામાં આવે.
- નાના અગરિયાઓને નુક્સાન પેટે કુટુંબદીઠ 75 હજારની સહાય અને 02 લાખની લોન આપવામાં આવે.
- મોટા મીઠા ઉદ્યોગોને માળખાકીય નુક્સાન અને વીજળીના પુનઃસ્થાપન માટે સરકાર મદદ કરે.
આ પણ વાંચોઃ tauktae cyclone: કેન્દ્ર સરકારની ટીમે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત
આમ તો મીઠુ કેન્દ્રનો વિષય
ઇન્ડિયન સોલ્ટ મૅન્યુફેક્ચર એસોસિએશને જણાવ્યું હતું કે, આમ તો મીઠુ કેન્દ્રનો વિષય છે. પરંતુ તેનું ઉત્પાદન રાજ્ય સરકારની ભાડાપટ્ટાની જમીન પર થાય છે. માટે કેન્દ્ર અને રાજ્યે 25:75ના પ્રમાણમાં નુક્સાનનું વળતર ચુકવવુ જોઈએ.