ETV Bharat / city

ઇસનપુર ધનંજય સોસાયટીમાં કોરોનાના મૃતક પરિવારની ઘેરી ચિંતા, ક્યારે મળશે મદદ? - ઈસનપુર

ઇસનપુરની ધનજંય સોસાયટીમાં કોરોના દર્દીના મૃત્યુ બાદ તેમના પરિવાર કે સોસાયટીને નથી ક્વોરન્ટાઈન કરાયાં કે નથી કોઇ અન્ય મદદ મળી. જેને લઇને તેઓ ભારે ચિંતામાં મૂકાયાં છે.

ઇસનપુર ધનંજય સોસાયટીમાં કોરોનાના મૃતક પરિવારની ઘેરી ચિંતા, ક્યારે મળશે મદદ?

author img

By

Published : May 26, 2020, 8:10 PM IST

અમદાવાદઃ ઇસનપુર વિસ્તારની જયમાલા ચાર રસ્તા પાસેની ધનંજય સોસાયટીમાં કોરોનાની સ્થિતિમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે. દસ દિવસમાં એક જ ઘરમાં બે વ્યક્તિના મરણ થતા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. ધનંજય સોસાયટીમાં રહેતા આચાર્ય પરિવારના મોભી દસ દિવસ પહેલા મૃત્યુ પામ્યા.લગભગ નેવું વર્ષની ઉમરે હોસ્પીટલમાં તાવની સારવાર લેવા જતા કોરોના થશે એવી બીકમાં ઘરમાં જ સારવાર શરુ કરાઈ. પરંતુ કોરોનાના પડછાયામાં જ તેઓ મૃત્યુ પામ્યાં. એમની બીમારી પકડાયાં વિના જ અશકિતના લીધે તેઓ મૃત્યુ પામ્યા એવું લાગ્યું.

ઇસનપુર ધનંજય સોસાયટીમાં કોરોનાના મૃતક પરિવારની ઘેરી ચિંતા, ક્યારે મળશે મદદ?
ઇસનપુર ધનંજય સોસાયટીમાં કોરોનાના મૃતક પરિવારની ઘેરી ચિંતા, ક્યારે મળશે મદદ?
બીજા જ દિવસથી એ જ પરિવારના એમના બે પુત્રોને (૬૦-૬૫ વર્ષના) તાવ શરુ થયો, ખાનગી સારવાર શરુ કરવા ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ માટે ગયાં પણ ત્યાંથી દવા આપીને પાછાં મોકલ્યાં. અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ થયો નહીં. હેલ્પલાઇન (104) માં ફોન કરવા છતાં કોઈ મદદ મળી નહીં. આ બે પૈકી એક પુત્ર ધીમંતભાઈ આચાર્યને તકલીફ વધતા સિવિલમાં દાખલ કરાયાં. 21 તારીખે કોરોના ટેસ્ટ કરાયો, જેનું રીઝલ્ટ 23 મે ના રોજ પોઝિટિવ આવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘરના સભ્યોને અને પાડોસી ઓન કોરન્ટાઇન કરે તેની પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યાં. પરિવારના બાકીના સભ્યો પોતાના વિષે કશું વિચારે એ પહેલાં 24 મેના રોજ બપોરે ફોન આવ્યો કે ધીમંતભાઈ આચાર્ય જેઓ સિવિલના ડી-5 વોર્ડમાં દાખલ હતાં તેમનું મૃત્યુ થયું છે. 20-25 મીનીટમાં હોસ્પિટલ પહોંચી જાવ એવો સંદેશો મળ્યો, પરિવારના સભ્યોએ મદદ માટે પોલીસ હેલ્પલાઇન(100) કોરોના હેલ્પલાઇન (104) તેમજ 108 બધાનો સંપર્ક કરીને મદદ માંગી કે અમને સિવિલ પહોંચવા માટે વાહન મળી રહ્યું નથી, રોડ બંધ છે આ સ્થિતિમાં અમને મદદ કરો પણ કોઈએ મદદ કરી નહીં. આખરે મુસીબતો બાદ પરિવારના સભ્યો સિવિલ પહોંચ્યા.

આજે ૨૬ મે બપોરના બાર વાગ્યા સુધી મૃત્યુ પામેલ કોરોના પેશન્ટનાં કુટુંબના સભ્યોને કવોરન્ટાઈન કરાયા નથી. તેમના સંપર્કમાં આવેલા લોકોની વાત દૂરની છે.બાજુના ઘરમાં રહેતાં આ જ પરિવારના કોરોના પોઝિટિવ મૃતકના ભાઇ તાવ અને ખાંસીની તકલીફમાં છે, ટેસ્ટિંગ કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે પણ ટેસ્ટ થયો નથી, કોઈ જ જાતની મદદ તંત્ર કરી શક્યું નથી. આજે એ ઘર બંધ છે, કોઈને જાણ કર્યા વિના એ પરિવાર અદ્રશ્ય થયો છે.
અગાઉ ધનંજય સોસાયટીમાં 13 મેના રોજ 2 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેઓને પણ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવો પડ્યો હતો.ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી. આ બે કોરોના પોઝિટિવ દર્દીના કુટુંબના સભ્યો પણ તાવ અને અન્ય લક્ષણો હોવા છતાં ટેસ્ટ કરાવી શકયા નહીં. ખાનગી લેબમાં ટેસ્ટ થાય એ માટેના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યાં.AMC હેલ્થ વિભાગ કે અન્ય કોઈ મદદ મળતી નથી. પાછલા દિવસોમાં અખબારોમાં આ અંગેના સમાચાર પ્રકાશિત થયા હોવા છતાં તંત્રની કોઈ મદદ મળી નથી, તંત્રના બહેરા કાને અથડાઈને બધી મદદની વિનંતીઓ પાછી આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.