ETV Bharat / city

કોરોના સંક્રમણ વધતા ભડીયાદ પીરની દરગાહ બંધ કરવા લેવાયો નિર્ણય

ગુજરાતના અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ધોલેરા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ભડીયાદ પીરની દરગાહ આસ્થાનું કેન્દ્ર તેમજ "હિંદુ-મુસ્લિમ સમાજ માટે એકતાનું પ્રતિક" એવા ભડીયાદ પીરના ગાદીપતિ બાવા મિયા બાપુ, ખાદીમ પરિવાર, ઉરસ કમિટી સહિતનાઓ દ્વારા ભડીયાદ પીરની દરગાહ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

કોરોના મહામારીને ધ્યાને લઇ ભડીયાદ પીર દરગાહ બંધ કરવાનો લેવાયો નિર્ણય

author img

By

Published : Apr 15, 2021, 7:05 PM IST

  • કોરોના મહામારીને ધ્યાને લઇ ભડીયાદ પીર દરગાહ બંધ કરવાનો લેવાયો નિર્ણય
  • ગાદીપતિ બાવા મીયા અને અન્ય સદસ્યો દ્વારા લેવાયો નિર્ણય
  • ભડીયાદ પીરના ગાદીપતિ જાહેરાત ન કરે ત્યાં સુધી યાત્રિકોએ આવવું નહીં
  • ભડીયાદ પીર ગાદીપતિ બાવા મિયા બાપુએ લીધી કોરોના વેક્સિન

અમદાવાદ: ભડીયાદ પીરની દરગાહમાં ન્યાજ પ્રથા બંધ છે. હાલના સમયે સાવચેતીના પગલાંને લઇ દરગાહ શરીફમાં ઉતારો આપવામાં આવશે નહીં. સવાર-સાંજ લોબાનના સમયે ખાદીમ પરિવાર દરગાહમાં હાજર રહેશે. કોઈપણ વ્યક્તિએ તકરાર કરવી નહીં. 24 એપ્રિલ 2021ના રોજ 11મી શરીફ ભરાશે નહીં, તો દરગાહના મેનેજમેન્ટને સૌ કોઈએ સહકાર આપવા યાત્રાળુઓને વિનંતી કરવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હઝરત શાહ આલમ સરકારની દરગાહના દરવાજા ખોલવાની રાહ જોતા શ્રદ્ધાળુ

માસ્ક પહેરવા સમાજના અગ્રણીઓએ કરી અપીલ

કોરોના સંક્રમણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે સૌએ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સાબુથી હાથ ધોવા તેમજ કોરોના વેક્સિન લેવી તેવું ભડીયાદ પીર વક્ફ પ્રમુખ અને ગાદીપતિ બાવા મિયા બાપુ, ખાદીમ પરિવાર, ઉરસ કમિટીના સભ્યો, ઈસ્માઈલભાઈ લકી, નાસીર ખાન પઠાણ, મહમદ રજા બુખારી, ડો. સિરાજ દેસાઈ તેમજ રાજુભાઈ પાયક દ્વારા સૌને વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોનાની મુક્તિ માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે 2551 દીવડા પ્રગટાવાયા

  • અંકલેશ્વરઃ વિશ્વ આખું કોરોનાથી મુક્ત થાય તે માટે અંકલેશ્વરની હઝરત હલીમ શાહ દાતાર દરગાહ ખાતે દુઆ કરવામાં આવી હતી. લોકોએ દરગાહમાં 2551 દીવડા પ્રગટાવીને પ્રાર્થના કરી હતી. અનલોક-1માં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી મળી છે, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા લોકો ઈશ્વર અને અલ્લાહ પાસે પહોંચ્યા છે અને સ્વસ્થ રહેવાની કામના કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.