ETV Bharat / city

Azadi Ka Amrut Mahotsav: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યકમ, મુખ્યપ્રધાન અને રાજ્ય ગૃહપ્રધાન રહ્યા ઉપસ્થિત - Cultural program at Sabarmati Riverfront

અમદાવાદમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યકમ (Cultural program at Sabarmati Riverfront) યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં કુલ 75 જગ્યાએ આવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે.

Azadi Ka Amrut Mahotsav
Azadi Ka Amrut Mahotsav
author img

By

Published : Dec 31, 2021, 10:00 AM IST

અમદાવાદ:આઝાદી કા અમૃત મહોત્સવ” (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યકમને સંબોધતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મહોત્સવે આપણને 75 વર્ષની સિદ્ધિઓને દુનિયાની સામે પ્રસ્તુત કરવાનો અને આગામી 25 વર્ષ માટેની રૂપરેખા- સંકલ્પ રજૂ કરવાનો અવસર પૂરો પાડ્યો છે. મુખ્યપ્રધાને આ મહોત્સવ પાછળની વડાપ્રધાન નરેન્દ્રભાઈની સંકલ્પનાને રજૂ કરતાં જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીથી (Cultural program at Sabarmati Riverfront) રાષ્ટ્રનું વારસારૂપી અમૃત નવી પેઢીને પ્રાપ્ત થશે અને યુવાનોને દેશ માટે જીવવાની પ્રેરણા મળશે.

રાજ્યભરમાં કુલ 75 જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel In Ahmedabad) જણાવ્યું હતું કે, આઝાદીના કાળમાં દેશવાસીઓનો નારો હતો ડાઈ ફોર ધ નેશન, જ્યારે આજે આપણે લીવ ફોર ધ નેશન- દેશ માટે જીવી જાણવાનો, રાષ્ટ્ર વિકાસનો નારો ગુંજતો કરવાનો છે. જે માટે થઈ અમૃત મહોત્સવે આ માટેની તક પૂરી પાડી છે. આ ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાની ચેતનાને વધુ બળવત્તર બનાવવા રાજ્યકક્ષાના 15, જિલ્લા કક્ષાના 20 અને તાલુકા કક્ષાના 40 એમ મળીને કુલ 75 સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

નેશન ફર્સ્ટના સંકલ્પ સાથે કામ કરી રાષ્ટ્રના વિકાસયજ્ઞમાં આહુતિ આપશો: મુખ્યપ્રધાન

મુખ્યપ્રધાને આઝાદી કા અમૃત મહોત્સવમાં (Azadi Ka Amrut Mahotsav) જનભાગીદારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મહોત્સવમાં સાડા છ કરોડ ગુજરાતીઓ સહભાગી થયા તે જ આપણી “મૈં નહીં હમ”ની ભાવનાને ઉજાગર કરે છે. દેશની આઝાદીના સંગ્રામમાં ગુજરાત કેન્દ્રબિન્દુ હતું તે રીતે જ ભવિષ્યમાં તે વૈશ્વિક વિકાસનું કેન્દ્રબિન્દુ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વદેશી આંદોલનનું ઉદ્દગમ સ્થાન ગુજરાત ‘આત્મનિર્ભર ગુજરાત’થી ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું પણ ઉદ્દગમ સ્થાન બની રહેશે. ગુજરાતે હંમેશાં દેશને નેતૃત્વ પુરૂ પાડ્યું છે અને આવનારા સમયમાં પણ દેશના ઉત્તરોત્તર વિકાસમાં સક્રિય યોગદાન આપતું રહેશે. તો બીજી તરફ હું યુવાશક્તિને આહ્વાન કરતાં કહું છું કે આપ સૌ દેશ માટે નિસ્વાર્થ ભાવથી અને નેશન ફર્સ્ટના સંકલ્પ સાથે કામ કરી રાષ્ટ્રના વિકાસયજ્ઞમાં આહુતિ આપશો.

કેમ છો અમદાવાદ સાથે ગૃહપ્રધાને હુંકાર કરી

ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi Ahmedabad) મંચ પરથી હુંકાર લગાવી કહ્યું કે કેમ છો અમદાવાદ, અમદાવાદ આજે આટલું ઠંડુ હોય તેવું મેં ધાર્યું ન હતું, અમારા મુખ્યપ્રધાન ગાંધીનગરથી અમદાવાદ આપ સૌને મળવા અને કેમ છો પૂછવા આવ્યા છે, મને એમ લાગે છે કે પાર્થિવ ભાઈ અને કીર્તિદાને ઠંડી ઉડાવી નથી લાગતી, મુખ્યપ્રધાને કહ્યું કે આજે ભાષણ ઓછા અને ગીતો વધારે વાગે તેવું કરજો, મારા અમદાવાદના લોકો ભાષણથી કંટાળી ન જાય તેવી તેમની સૂચના છે. જોકે આજના આ કાર્યક્રમનો ફિયાસકો થઈ ગયો હતો. કાર્યક્રમ દરમિયાન ઠંડો પવન અને કોરોનાનો ભય વધુ હોવાથી માત્ર ગણિયા ગાંઠિયા લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

આ પણ વાંચો: Covaxin Bharat Biotech: કોવેક્સિન પુખ્ત વયના લોકો કરતા 2થી 18 વર્ષની વયના લોકોમાં દર્શાવે છે વધુ સારા એન્ટિબોડી પ્રતિભાવ: ભારત બાયોટેક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.