ETV Bharat / city

સરકારી નોકરીમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનારા 3 આરોપીની ધરપકડ, ખોલી હતી ખુદની એકેડમી - સરકારી નોકરી એકેડમી દહેગામ

સરકારી નોકરીમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનારા 3 લોકોની ધરપકડ (crime in gujarat) કરવામાં આવી છે. આરોપીએ દહેગામમાં સરકારી નોકરીમાં ભરતી કરાવવા માટેની એકેડમી ખોલી હતી. આરોપીના સાગરીકો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ સક્રિય હતા.

સરકારી નોકરીમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનારા 3 આરોપીની ધરપકડ

author img

By

Published : Apr 5, 2022, 11:09 PM IST

અમદાવાદ: રાજ્યમાં સરકારી ભરતીમાં ગેરરીતિ (government recruitment scam)ના આક્ષેપો વારંવાર થતા હોય છે, ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સરકારી ભરતીઓમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનારા 3 આરોપીઓની ધરપકડ (crime in gujarat) કરી છે. આ આરોપીઓએ વિવિધ ઉમેદવારો પાસેથી 1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા નોકરી અપાવવાના નામે 3.25 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે.

1.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા નોકરી અપાવવાના નામે 3.25 કરોડ રૂપિયા ખંખેર્યા.

નોકરી અપાવવાના નામે લાખો રૂપિયા લેતા હતા- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ને ઝડપેલો આરોપી હરિશ પ્રજાપતિ આર્મી મેન છે. જેણે દહેગામમાં સરકારી નોકરીમાં ભરતી કરાવવા માટેની એકેડમી ખોલી હતી. આ એકેડમીમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમની પાસેથી PSI, કોન્સ્ટેબલ, હેડક્લાર્ક, LRD પુરુષ, LRD સ્ત્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)માં ક્લાર્કની જગ્યા પર નોકરી અપાવવા માટે લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. હરિશ સાથે કામ કરનારી પૂજા ઠાકોર તેમજ અજમેરના રવિસિંહની પણ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અરવલ્લીમાં નોકરીની લાલચ આપી નાણાં ખંખેરતી ઠગ ટોળકી ઝડપાઇ

ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત હતા સાગરીતો- સૌ પ્રથમ બાતમીના આધારે રવિ પ્રતાપસિંહની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં હરિશ અને પૂજા મળી આવ્યા હતા. આરોપી હરિશ પ્રજાપતિએ ઉમેદવારોને ગુમરાહ કરવા માટે દહેગામ (government jobs academy dahegam)માં કરાઈ પોલીસ એકેડમી જેવી જ આબેહૂબ એકેડમી તૈયાર કરી હતી. જેમાં ઉમેદવારોને શારીરિક ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. આરોપી હરિશના સાગરીતો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત હતા, જ્યાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવકોનો સંપર્ક કરીને તેમને દહેગામ સ્થિત હરિશની એકેડમીમાં મોકલતા હતા.

ગુજરાતના ખોટા એડ્રેસ પર સરકારી ભરતીના ફોર્મ ભરવામાં આવ્યા- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ને એકેડમીમાં તપાસ કરતા 81 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેમાંથી 60 ઉમેદવાર રાજસ્થાન અને 4 ઉમેદવાર ઉત્તરપ્રદેશના છે. આ ઉમેદવારો ગુજરાતમાં ન રહેતા હોવા છતાં તેમના સરકારી ભરતી માટેના ફોર્મ ગુજરાતના એડ્રેસથી ખોટા ભરવામાં આવ્યા હતા. સાથે જ તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હરિશ પાસેથી PSIની વર્દી, તેમજ PSIનું ડુપ્લિકેટ આઈકાર્ડ પણ મળી આવ્યું છે, જેનો ઉપયોગ આરોપી દ્વારા ઉમેદવારો સામે રોફ જમાવવા કરાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હરિશ અગાઉ આર્મીમેન બની પૈસા પડવાવાના ગુનામાં મહેસાણામાં ઝડપાયો હતો.

આ પણ વાંચો: સરકારી નોકરીના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકીની ધરપકડ

આ કેસમાં હજુ પણ 2 આરોપીઓ ફરાર- આરોપીની એકેડમી પર તપાસ દરમિયાન PSIની શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને PAAS લખેલા એડમિટ કાર્ડ પણ આરોપીઓ દ્વારા આપવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. હજુ પણ આ કેસમાં 2 આરોપીઓ ફરાર છે જેમને ઝડપી પાડવા અને વધુ કેટલા યુવાનો આ આરોપીઓના શિકાર બન્યા છે તે દિશામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. સાથે ફરાર આરોપી પુરવિંદર સિંઘ અને શાહરૂખને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.