અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓને ડામવા તો, પોલીસ કામગીરી કરી રહી છે, પરંતુ ખાસ નવરાત્રીના તહેવારમાં અસમાજીક તત્વો સક્રિય ન થાય તેના પર પણ ધ્યાન રાખવામાં આવશે. દારૂ, ડ્રગ્સ જેવા કેફીપીણાંનું સેવન કરીને ગરબાના સ્થળો કે, અન્ય સ્થળો પર કોઈ ઈસમો ન આવે અને બહેન-દીકરીઓને હેરાન ન કરે તે માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા શંકાસ્પદ વાહન ચાલકોને પણ ચકાસવામાં આવશે.
આ નવરાત્રીમાં અમદાવાદ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કાર્યરત રહેશે. સાથે અમદાવાદ પોલીસની એક ખાસ 'SHE ટીમ' વિવિધ પાર્ટી પ્લોટમાં ટ્રેડિશનલ કપડામાં તૈનાત રહેશે. જે મહિલાઓની છેડતી કે, અન્ય કોઈ બનાવ ન બને તે અંગે કાળજી રાખશે. સમગ્ર નવરાત્રીનો તહેવાર શાંતિમય રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ સતર્ક છે.