ETV Bharat / city

12 વર્ષના બાળકની મદદથી ક્રાઈમ બ્રાન્ચે સામુહિક દુષ્કર્મના આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં શ્રમજીવી મહિલાને મજૂરી અપાવવાનું કહી બાવળની ઝાડીમાં લઈ જઈ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Oct 6, 2020, 11:56 AM IST

અમદાવાદ: સાબરમતી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે મજૂરી કામ કરતી મહિલાને મજૂરી અપાવવાના બહાને 2 ઈસમોએ સવારના સમયે કડિયાનાકા ખાતેથી લઈ જઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ આવેલા રેલવેના પાટા પાસે બાવળની ઝાડીમાં લઈ ગયા હતાં. બાદમાં મોઢું દબાવી તથા ઢસડીને એક બીજાની મદદથી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મહિલાનો ફોન તથા રોકડ એમ કુલ 1800 રુપિયાની લૂંટ કરી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન ચાલુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ મોબાઈલ ફોન ટ્રેસ કરતા 12 વર્ષના બાળક પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. બાળકને આ મોબાઈલ ફોન મજૂરીકામ કરતા પપ્પુ માનસિંગ અટીલા નામના યુવકે આપ્યો હતો. આ યુવક અનેક વખત બાળકને મળતો હતો જેથી યુવકને બાળક સિવાય અન્ય કોઈ ઓળખતું નહોતું.

12 વર્ષના બાળકની મદદથી ક્રાઈમ બ્રાન્ચે સામુહિક દુષ્કર્મના આરોપીની કરી ધરપકડ
મોબાઈલ આપનારની ઓળખ થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળકને સાથે રાખીને પપ્પુ માનસિંગની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અનેક પ્રયત્નો બાદ પપ્પુ માનસિંગ ચાંદલોડિયા ખાતેથી મળી આવ્યો હતો. પોલીસે પપ્પુ માનસિંગની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. ત્યારે પપ્પુ માનસિંગે પોલીસને જણાવ્યું હતું કે તેણે અને અન્ય એક ઈસમે સાથે મળીને શ્રમિક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.હાલ પપ્પુ માનસિંગ નામના આરોપીની ધરપકડ બાદ તેને વધુ તપાસ માટે સાબરમતી પોલીસને સોંપવામાં આવ્યો છે. જ્યારે દુષ્કર્મમાં સામેલ અન્ય એક આરોપીની પોલીસ દ્વારા શોધખોળ શરૂ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.