- ખ્રિસ્તી સમાજના પાદરીની સમાજને અપીલ
- કબ્રસ્તાનમાં જગ્યા નથી એટલે અગ્નિદાહ આપો
- કબ્રસ્તાનમાં ભસ્મને સાચવવામાં આવશે
અમદાવાદ: રાજ્યમાં કોરોનાએ આંતક મચાવ્યો છે ત્યારે રોજના સિત્તેરની આસપાસ કોરોનાથી મૃત્યુ પામ્યા છે જ્યારે બિન સરકારી આંકડા પ્રમાણે આ મૃત્યુનો આંક સમગ્ર રાજ્યમાં 200થી વધુ છે ત્યારે સ્મશાનગૃહમાં લાઈનો અને કબ્રસ્તાનમાં જગ્યા ન હોવાનું સામે આવ્યું છે ત્યારે ખિસ્તી સમાજના પાદરીએ ખ્રિસ્તી સમાજ માં જો કોઈ વ્યક્તિનું કોઈ થી મૃત્યુ થાય તો અગ્નિદાહ આપવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:માનવતાની હત્યાઃ અમદાવાદમાં કોરોના પોઝિટિવ મૃતકોની દફનવિધિ માટે વસૂલવામાં આવે છે પૈસા
કોવિડને કારણે કબ્રસ્તાનમાં જગ્યા નથી
પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને કારણે કબ્રસ્તાનમાં કબર અને જગ્યાની સમસ્યાને ઘ્યયાનમાં લઇને અગ્નિદાહને પ્રોત્સાહન આપવામાં આવે છે. કેથોલિક ચર્ચ અને તેના કાયદા કેનન લોમાં દફન અને અગ્નિદાર બન્નેને માન્યતા આપવામાં આવે છે. અગ્નિદાહ સદગતના આત્માને અસર પહોંચતો નથી. અગ્નિદાહ બાદ દેહનુ પુનરૂત્થાન પણ સર્વ શક્તિમાન ઇશ્વર માટે શક્ય છે એટલે સ્વાસ્થયના કારણોસર અને કબ્રસ્તાનમાં કબરો અને જગ્યાની તંગીના કારણોસર કેથોલિક ધર્મમજનોને પોતાના સ્વજનોના મુતદેહને અગ્નિદાહ આપવાનો પોત્સાહન આપવામાં આવે છે.
આ પણ વાંચો:કોરોનાથી અમદાવાદમાં કબ્રસ્તાન પણ લોકડાઉન, માત્ર દફનવિધિ થશે
જો દફનવિધિ કરવી હશે તો લેવી પડશે પરવાનગી
વિનાયલ જાદવે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ પરીવારજનોને પોતાના સ્વજનને દફનવિધી કરવાની ઇચ્છા હોય તો જરૂરી પરવાનગી મેળવીને દફન વિધી કરી શકે છે. જ્યારે અગ્નિદાહ આપેલા સ્વજનની ભસ્મને કબ્રસતાનમાં આવેલા ગોખમાં સાચવવામમાં આવશે, તે માટે જરૂરી વિધી પણ પુરોહિત દ્વારા કરવામાં આવશે. જ્યારે અમદાવાદમાં આપેલા આ પ્રોત્સાહન દેશની સેવાનો એક નમુનો છે.