અમદાવાદઃ આ કેસમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 24 કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે માન્ય રાખતા આરોપીને 15 હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં હતાં.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : કોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા નવરંગપુરા પોલીસ દ્વારા આરોપીની તપાસ માટે 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતાં. નોંધનીય છે કે, જ્યારે શ્રેય અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોત નીપજ્યાં છે ત્યારે આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. સુરતમાં અગ્નિકાંડ થયો હતો અને મોટી સંખ્યામાં બાળકોના મોત નીપજ્યાં હતા. ત્યારે આરોપીઓને વહેલી તકે જામીન આપવામાં આવ્યાં ન હતાં. પરંતુ આ કેસમાં આરોપીના ખૂબ જ વહેલાં જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : કોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા આ સમગ્ર કેસની વિગત એવી છે કે, 6 ઓગસ્ટના રોજ સવારે 3 વાગ્યે અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીઓના મોત નીપજ્યાં છે.