ETV Bharat / city

Covid Vaccination Drive - અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલી રહ્યું છે કોવિડ વેક્સિનેશન - kalupur railway station

હાલ કોરોનાની બીજી લહેર ધીમી થઈ રહી છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાથી બચવા માટે કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ( kalupur railway station ) ખાતે વેક્સિન સેન્ટર (covid vaccination drive) શરૂ કરવામાં આવ્યું છે.

કાલુપુર રેલવે સ્ટેશન
કાલુપુર રેલવે સ્ટેશન
author img

By

Published : Jun 26, 2021, 5:06 PM IST

  • કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરૂ કરાયુ
  • રેલવે સ્ટાફ, પ્રવાસીઓ અને કુલીઓને કોરોના વેક્સિન સેન્ટર પર અપાઈ રહી છે વેક્સિન
  • છેલ્લા 4 દિવસમાં 76 સ્ટાફ, 62 કુલી, 80 વેન્ડર, 95 સફાઇકર્મીઓ અને 265 પ્રવાસીઓએ કોરોના વેક્સિન લીધી

અમદાવાદ: કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને તેને અટકાવવા સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ (covid vaccination drive) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ( kalupur railway station ) પર પણ વેક્સિન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રેલવેના કર્મચારીઓ ઉપરાંત વેન્ડર્સને અને પ્રવાસીઓ માટે પણ અહીં કોરોનાની રસી ઉપલબ્ધ છે. રેલવે સાથે સંકળાયેલા 600 જેટલા લોકોને અહીં વેક્સિનનો લાભ મળશે.

કાલુપુર રેલવે સ્ટેશન
છેલ્લા 4 દિવસમાં 76 સ્ટાફ, 62 કુલી, 80 વેન્ડર, 95 સફાઇકર્મીઓ અને 265 પ્રવાસીઓએ કોરોના વેક્સિન લીધી

સરળ , સુરક્ષિત અને મફત કોરોના વેક્સિન

છેલ્લા 4 દિવસમાં અહીં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ( kalupur railway station )ના 76 સ્ટાફ મેમ્બર, 62 કુલી, 80 વેન્ડર, 95 સફાઇકર્મીઓ અને 265 પ્રવાસીઓએ કોરોના વેક્સિન લીધી છે. કુલીઓએ જણાવ્યું હતું કે, વેક્સિનને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ છે, પરંતુ વેક્સિન લીધા બાદ તમામ ગેરમાન્યતાઓ ખોટી સાબિત થઇ હતી. તેમને પણ હવે પોતાના સાથી કર્મચારીઓ તેમજ આસપાસના લોકોને વેક્સિન લેવા અપીલ કરશે. વેક્સિન ખરેખર સુરક્ષિત છે.

કાલુપુર રેલવે સ્ટેશન
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહ્યું છે કોવિડ વેક્સિનેશન

અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટરના વ્યાપમાં વધારો

સરકારે જ્યારે કોરોનાની સાર્વત્રિક વેક્સિનેશનની શરૂઆત કરી છે, ત્યારે પહેલાં કરતાં પણ વધુ વેક્સિન સેન્ટર્સ નજીકમાં ઉપલબ્ધ થયા છે. કોમ્યુનિટી હોલ ઉપરાંત સરકારી શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને કાલુપુર રેલવે સ્ટેશન ( kalupur railway station ) પર મફત રસી મળવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ પૈસા ખર્ચીને રસી લેવાની જરૂર પડતી નથી. વળી આ સેવાઓ એસટી સટેશન પર covid vaccination drive શરૂ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.