આરોપીઓના વકીલ દૂરની માંગ ફગાવતા જજ એ.આર પટેલે જણાવ્યું કે, આરોપીઓની માંગ માની શકાય નહિ અને ભવિષ્યમાં પણ આજ વકીલ તેમનો કેસ લડશે અને સાક્ષીઓના તપાસમાં સહયોગ પણ આપશે.
વર્ષ 2017માં મધ્ય પ્રદેશમાં આંતકી પ્રવુતિ હેઠળ જેલમાં બંધ 10 પૈકી 7 આરોપીઓએ જે હાલ ભોપાલ સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમને કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે તેમની વકીલ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થતી નથી જેથી તેમને દૂર કરવામાં આવે. કોર્ટે આરોપીઓની માંગ ન સ્વીકારતા બીજા દિવસે કોર્ટને અરજી લખી હતી. આરોપીઓએ તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવાની માંગ મુદ્દે કોર્ટે હાલ કોઈ ઓર્ડર આપ્યો નથી જોકે કોર્ટે નોંધ્યું કે વકીલઓને દૂર કરવા માટે પણ આ પ્રકારની રણનીતિ આરોપીઓ દ્વારા ઘડાઈ હોઈ શકે એવી શંકા વ્યક્ત કરી હતી.
કોર્ટે વિડિઓ કોંફેરેન્સ બાદ વકીલો સાથે વાતચીતનો આરોપીઓને પુરતો સમય આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. વકીલો તપાસ માટે ભોપાલ પણ ગયા છે લગભગ 1139 સાક્ષીઓની ઉલટ તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, તેમની હાજરીમાં કેસની સુનાવણી કરવામાં આવે એના માટે આરોપીઓ દ્વારા જાત જાતની માંગ કરવામાં આવી રહી છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓ ભોપાલ સેન્ટ્રલ જેલમાં પણ જેલ સત્તાધીશો અને સ્ટાફ સાથે યોગ્ય વર્તન કરતા નથી. આરોપીઓ કાર્યવાહીને કાને લેતા નથી અને અંદર અંદર હસી મજાક કરતા હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. દેશની જુદી જુદી જેલમાં બંધ આશરે 78 જેટલા આરોપીઓની કોર્ટે વિડિઓ કોંફેરસેન્સ મારફતે સુનાવણી કરી છે. 2008માં અમદાવાદમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના મોત થયા હતા.