અરજદાર ઈશા સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડે આક્ષેપ કર્યો છે કે, પોતે વર્ષ 2000થી 'બબલુ માર્ક' સાથેની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે પ્રતિવાદી તેનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. જેથી તેમને આર્થિક અને સામાજિક નુકસાન થતુ હોવાનો દાવો કર્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે, પ્રતિવાદી બબલુ, ટાર્ઝન, સ્નેક્સ, બબલુ જીરા પાપડ, બબલુ ચીની નુડલ્સ, બબલુ પોપકોર્ન સહિતની બાળકોને ખાવાની ચીજ વસ્તુઓમાં તેમના માર્કનો ઉપયોગ કરતા પ્રતિવાદી લખાનીનમકીન અને એ.એ. ગૃહ ઉદ્યોગ વિરુદ્ધ 4 અલગ અલગ ખાવાની વસ્તુઓમાં બબલુ માર્કનો ઉપયોગ કરવા બદલ કોર્મશિયલ કોર્ટમાં 4 અલગ અરજી દાખલ કરવામાં આવી હતી.
કોર્મશિયલ કોર્ટે આગામી સુનાવણી સુધીમાં પ્રતિવાદી પર બબલુ માર્ક સાથેની ચીજવસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ ન કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.