અમદાવાદ: અગાઉ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે 10 જેટલા આરોપીઓએ નિવેદન રજૂ કરવા માટે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ સાથે દાખલ કરેલી અરજી અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું છે કે કોરોના કાળમાં કેદીઓને અમદાવાદ જેલમાં હાલ ટ્રાન્સફર કરી શકાય નહી.
અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં ભોપાલની સેન્ટ્રલ જેલમાં બંધ અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટના 10 જેટલા આરોપીઓએ અરજી કરી માગ કરી હતી કે ભોપાલ જેલ સ્ટાફનું વર્તન યોગ્ય ન હોવાથી તેઓ માનસિક તાણ અનુભવી રહ્યાં છે અને તેમને અહીં કોઈ કાયદાકીય સલાહ આપનાર નથી જેથી તેમને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવે. અમદાવાદ સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર રહી આરોપીઓ નિવેદન આપવા માગે છે જોકે કોર્ટે આરોપીઓની આ અરજી ફગાવી દીધી હતી.
અમદાવાદ સ્પેશિયલ કોર્ટે નોંધ્યું હતું કે જો આરોપીઓના વકીલ ઈચ્છે તો ભોપાલ જઈને આરોપીઓને નિવેદન નોંધાવવા અંગે કાયદાકીય સલાહ આપી શકે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 10 વર્ષ જુના કેસની ટ્રાયલ મર્યાદિત સમયમાં પુરી થવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં પણ આ બૉમ્બ બ્લાસ્ટના કેસમાં કોર્ટ દ્વારા નિવેદન રેકોર્ડ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં CrPcની કલમ 313 મુજબ નિવેદન રેકોર્ડ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં કુલ 78 આરોપીઓ છે.અગાઉ આ 10 આરોપીઓ દ્વારા મધ્ય પ્રદેશમાં યોજાયેલા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલથી ભોપાલ જેલમાં લઈ જવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ 10 આરોપીઓ મધ્ય પ્રદેશના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. સ્પેશિયલ કોર્ટે અગાઉ આરોપીઓને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો મધ્ય પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો જોકે તેનું પાલન ન કરતા કોર્ટે મધ્ય પ્રદેશ સરકાર સામે કન્ટેમ્પ પિટિશન પણ દાખલ કરી હતી.
બૉમ્બ બ્લાસ્ટના કોવિડ-19 પોઝિટિવ આરોપીને કોર્ટે વીડિયો થકી પરિવારજનો સાથે વાત કરવાની છૂટ આપી - સ્પેશિયલ કોર્ટ
વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપી મોહંમદ હબીબ ફાલાહીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટ આરોપીને તેના પરિવારજનો સાથે વિડીયો કોલ થકી વાતચીત કરવાની છૂટ આપી છે. આરોપીનો કોરોના પોઝિટિવ આવતા 1લી જૂનના રોજ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.