ETV Bharat / city

આવતીકાલે અમદાવાદની 192 બેઠક માટે મતગણતરી - vote counting

6 મહાનગરોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે મંગળવારે મત ગણતરીની શરૂઆત થશે. જેનું ચિત્ર સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. આ મતગણતરીને લઇને મતગણતરી કેન્દ્ર પર સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ETV BHARAT
આવતીકાલે અમદાવાદની 192 બેઠક માટે મતગણતરી
author img

By

Published : Feb 22, 2021, 2:59 PM IST

Updated : Feb 22, 2021, 10:57 PM IST

  • 6 મહાનગરોમાં આવતીકાલે મંગળવારે મત ગણતરી
  • 48 વોર્ડની 192 બેઠકો માટેની મતગણતરી
  • કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ

અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે આવતીકાલે મંગળવારે અમદાવાદ શહેરના 48 વોર્ડ અને 192 બેઠકો માટેની મતગણતરી થશે. જેમાં 24 વોર્ડની મતગણતરી ગુજરાત કૉલેજમાં અને 24 વોર્ડની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કૉલેજમાં થશે, ત્યારે કોરોનાની ગાઇડલાઇનની સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ કોઇ અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા પોલીસ કર્મચારીઓ પણ મતગણતરી કેન્દ્ર પર તૈનાત રહેશે અને સાથે જ ફાયર વિભાગના જવાનોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.

આવતીકાલે અમદાવાદની 192 બેઠક માટે મતગણતરી

મંગળવારે ચિત્ર સ્પષ્ટ થશે

આવતીકાલે મંગળવારે મત ગણતરી બાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ,કયા પક્ષને વધુ મત મળે છે કયો પક્ષ વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવશે.

ETV BHARAT
આવતીકાલે અમદાવાદની 192 બેઠક માટે મતગણતરી

કયા વૉર્ડની ક્યાં મતગણતરી?

ગુજરાત કૉલેજ

અમદાવાદ શહેરમાં 48 વૉર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી. જે મુજબ મતગણતરીમાં તૈયાર કરવામાં આવેલા બે કેન્દ્રો પૈકી ગુજરાત કોલેજમાં દાણીલીમડા, મણીનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર, ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર, જોધપુર, વેજલપુર, સરખેજ, નવાવાડજ, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, નિકોલ, વિરાટનગર અને ઓઢવ વૉર્ડમાં થયેલા મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે.

LD એન્જિનિયરિંગ કૉલેજ

જ્યારે LD એન્જીનિયરિંગ કૉલેજ કેન્દ્રમાં સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, સરસપુર-રખીયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલલ હાથીજણ, બહેરામપુરા, લાંભા, વટવા, સૈજપુરબોઘા, ઇન્ડીયાકોલોની, ઠક્કરબાપાનગર, થલતેજ, મક્તમપુરા, બોડકદેવ, પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર વૉર્ડમાં થયેલા મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે.

Last Updated : Feb 22, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.