- કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની શક્યતા
- આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા
- આગામી ચાર પાંચ દિવસમાં જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો
મહત્વનું છે કે સરકારે સુપ્રીમ કોર્ટમાં આગામી 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ ચૂંટણીઓ પૂરી થાય તે પ્રકારની બાંહેધરી આપી છે. જેના પગલે ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ શકે છે.
પહેલાં મહાનગરપાલિકા ત્યારબાદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકશે
મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે તમામ વસ્તુઓ માટે તમામ કાર્યો માટે પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી કાર્યો માટે પણ ફેરફાર થઈ શકે છે. જોકે પહેલાં તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. તો બીજા તબક્કામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાશે. સાથે જ ચૂંટણીના પરિણામો માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં જાહેર થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
કોર્પોરેટર દાવેદારોમાં નવા ચહેરાઓ દેખાય તેવી શક્યતા
ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાંની સાથે જ એ બાબત પણ ખબર પડી જશે કે નવી ટીમ માટે મેયર કઈ જ્ઞાતિના હશે. તો સાથે જ આ વખતે મેયર માટે અનામત બેઠક રાખવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. મહત્વનું છે કે અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર થતાં હોય તેવા કોર્પોરેટરોના નામ પણ જાણવામાં આવ્યાં હતાં. તો તે પ્રકારના કોર્પોરેટરો ભાજપ તેમજ કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. મહત્વનું છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી અને ઓવૈશીની પાર્ટીના ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણી માટે દાવેદારી નોંધાવવાના છે. ત્યારે આ વખતની ચૂંટણી રસાકસીભરી રહેશે તેમ કહી શકાય.