- દક્ષિણ ભારતમાં કોરોનાના અવિરત કેસ
- બેંગ્લોરમાં 490 બાળકો કોરોના પોઝિટિવ
- અમેરિકામાં 94 હજાર બાળકો કોરોના પોઝિટિવ
અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર બાળકોને અસર કરી શકે છે. તેવી ચેતવણી વિશેષજ્ઞ અગાઉ જ આપી ચૂક્યા છે. હવે તેની અસર પણ દેખાઈ રહી છે. ભારતના દક્ષિણના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી. તો બીજી તરફ બાળકોમાં કોરોના ફેલાઈ રહ્યો હોવાથી ચિંતા વધી છે.
અમેરિકા અને કેનેડામાં બાળકોને કોરોનાની રસી
બેંગ્લોરમાં છેલ્લા દસ દિવસમાં 490 જેટલા બાળકો કોરોના પોઝિટિવ મળ્યા છે. અમેરિકામાં એક અઠવાડિયામાં 94 હજાર બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. પરંતુ અમેરિકા અને કેનેડામાં તરુણ બાળકોને રસી અપાઈ રહી છે. ભારતમાં હજી બાળકોને રસી આપવાની ટ્રાયલ પણ યોજાઈ નથી. અત્યારે સરકાર તમામ પુખ્ત વયના લોકોને રસી આપીને કોરોનાના ચેપની ચેઇન તોડવા પ્રયત્ન કરી રહી છે.
ત્રીજી લહેરમાં બાળકોને અસર થઈ શકે
બાળકો કોરોના પોઝિટિવ બનતા બાળકોના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક પટેલે ETV Bharat જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેરમાં વૃદ્ધ લોકોને વધુ અસર થઈ હતી. બીજી લહેરમાં પુખ્ત વયના લોકોને વધુ અસર થઈ હતી. હવે ત્રીજી લહેરમાં બાળકોને અસર થઈ શકે. પરંતુ કોરોનાનું પ્રસારણ થતું રોકવા માટે મોટા પાયે વેક્સિનેશન જરૂરી છે. જેની ઉપર સરકાર કાર્ય કરી રહી છે. જો કે હજી સુધી ભારતમાં બાળકોની વેકસીન આવી નથી. પરંતુ તે માટેની કામગીરી પ્રગતિમાં છે.
આ પણ વાંચો: પોરબંદરની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચિમની પડતા 15થી વધુ મજૂરો દટાયા, 7ના મોતની આશંકા, એકને રેસ્ક્યૂ કરાયો
ઘરના લોકો બાળકોને સાચવે
સામાન્ય રીતે અત્યારે પરિવારના મોટા સભ્યોમાંથી જ કોરોનાનો ચેપ બાળકોમાં પ્રસરી રહ્યો છે. બાળકોને લઈને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ઘરના દરેક સભ્યએ વેક્સિન લેવી જરૂરી છે. દૈનિક ખોરાક પ્રોટીન, ઝીંક અને વિટામીન સી યુક્ત હોય તેનું ખાસ ધ્યાન રાખો. શાળાઓ ખૂલી હોવાથી શાળાના તમામ સ્ટાફે રસી લીધી હોય તે જરૂરી છે. સાથે જ કોરોનાના નિયમોનું પાલન પણ જરૂરી છે.
કોરોના વધુ સશક્ત થઈ રહ્યો છે
કોરોના આવ્યા પછી તેના જુદા વેરિયન્ટ સામે આવી રહ્યા છે. જેમાં આલ્ફા, બીટા ગામા, ડેલ્ટા, ડેલ્ટા પ્લસ તેમજ હવે લેમડાની સાથે લેમડા પ્લસ વેરિયન્ટ આવી રહ્યો છે. ત્યારે હવે કોરોના વધુ તાકાતવર હોત અને સશક્ત થઈ રહ્યો છે. પરંતુ તે બાળકોની ઇમ્યૂનિટીને તોડી શકે છે કે કેમ તેનો લાંબો અભ્યાસ કરવો પડે. કોરોના પર અભ્યાસ કરવા પાંચ-સાત વર્ષ જોઈએ. તેથી અત્યારે રસી અને પોષણયુક્ત ખોરાક જ કોરોના સામે પ્રતિકાર માટેનો શ્રેષ્ઠ રસ્તો છે.
બાળકોને આઇસોલેટ રાખવા અઘરા
સામાન્ય રીતે કોરોનાગ્રસ્ત પુખ્ત દર્દી એકલો હોસ્પિટલમાં રહી શકે છે. પરંતુ જ્યારે બાળકો કદી એકલા રહી શકતા નથી. તેમના સેમ્પલ લેવા પણ સરળ નથી. તેમની સાથે અચૂક પણે પુખ્ત વયની વ્યક્તિને રાખવી પડે. જેથી તેને પણ ચેપ લાગે અને આમ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે.
આ પણ વાંચો: 'ચંદ્રયાન -2'નું ઓર્બિટર એક્ટિવ, ચંદ્ર પર શોધ્યું પાણી
બાળકો માટે અલાયદી વ્યવસ્થા
બાળકો માટે ટ્રેઇન મેડિકલ સ્ટાફની જરુર પડે છે. તેમના ઇક્વિપમેન્ટ પણ પુખ્ત વયના લોકો કરતા અલગ હોય છે જો કે ત્રીજી લહેરને તૈયારી કરતાં સરકારે બાળકો માટે અલાયદી વ્યવસ્થા કરી છે ભારતમાં ડિસેમ્બર સુધીમાં બાળકોની રસી આવી શકે તેવી શક્યતા છે.
સરકારની વ્યવસ્થા
બાળકો લક્ષી કોવિડ સંભાળમાં સરકારે બે હજાર બેડની વ્યવસ્થા વધારીને ચાર હજાર સુધી કરવાનું આયોજન કર્યુ છે. તેમજ એક હજાર વેન્ટીલેટર ફકત બાળકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ ઓક્સિજન પ્લાન્ટ બીજી લહેરમાં 24 હતા જે ત્રીજી લહેર માટે 400 સુધી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજનનો મહત્તમ વપરાશ બીજી લહેરમાં 1150MT હતો જે 1800 MT સુધીની વ્યવસ્થા કરાઇ છે. 10 હજાર ઓક્સિજન મશીન ઉપલબ્ધ હશે